કાગળ – સુરેશ દલાલ.
માર્ચ 22, 2007 at 9:57 પી એમ(pm) 7 comments
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
એક એક શબ્દની ડાળી પર ઝૂલું ને ધરતી પર અવતરે ગગન.
હવે આખો દિવસ ગીત ગુંજ્યા કરીશ
અને રાતે હું તો સપનાંની નાવમાં,
વાત મારી ઘૂમટો તાણી બેઠી છે
મને પૂછો નહીં પાગલ કિયા ભાવમાં ?
મારી શય્યા પર ઓશીકાને થાય છે રોમાંચ અને ઓઢવાનું ઝંખે એક જણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
આખી દુનિયા હવે વ્હાલી લાગે :
મારી મુઠ્ઠીમાં ચાંદની ને તડકો,
હોઠને કહું કે હવે રહેવાનું ચૂપ
તો આંખમાંથી છલકે ઉમળકો.
કેમ કરી કેવી રીતે સંભાળું મને : મારી ફરકે છે ડાબી પાંપણ.
ઊભી ઊભી તારો હું કાગળ વાંચું : તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
Entry filed under: કવિતા.
1.
વિવેક | માર્ચ 23, 2007 પર 11:51 એ એમ (am)
સુંદર ગીત… તમારા અમીઝરણામાં જે દિવસેં એક ડૂબકી ન મારીએ તે દિવસે ભીંજાયા હોય એવું લાગતું જ નથી…
2.
વિશ્વદીપ બારડ | માર્ચ 24, 2007 પર 4:14 એ એમ (am)
આખી દુનિયા હવે વ્હાલી લાગે :
મારી મુઠ્ઠીમાં ચાંદની ને તડકો,
હોઠને કહું કે હવે રહેવાનું ચૂપ
તો આંખમાંથી છલકે ઉમળકો.
“હોઠ બંધ હોય,ખુલ્લા કાન હોય,
બસ આંખ થી જોયા કરો દુનિયાને.
ગાંધી કઈક આવું કહે..દુનિયામાં પછી કોઈ ભેદ ન હોય!!”
3.
Jina | માર્ચ 24, 2007 પર 3:44 પી એમ(pm)
Hi amit! Nice song! maja avi gai vanchine!! kem chho?
4.
કસુંબલ રંગનો વૈભવ | માર્ચ 24, 2007 પર 7:33 પી એમ(pm)
saras geet ………..sureshbhai ka javab nahi keep it up amitbhai
5.
Dhawal | માર્ચ 27, 2007 પર 12:19 પી એમ(pm)
Hi. Read something really good after a long time. Thanks for that.
6.
chetu | એપ્રિલ 3, 2007 પર 2:02 પી એમ(pm)
તારા અક્ષરમાં મારું ત્રિભુવન.
Akha kavy no saar a ek vaky ma …!!..very nice..!
7.
Uday Trivedi | એપ્રિલ 6, 2007 પર 1:23 પી એમ(pm)
Shri Suresh Dalal ni sundar kruti…Priyjan no patra tribhuvan ni sahu thi sundar babat chhe..Aksharo to matra ej lagani kahe chhe jene shabdo ma utari shakay…jyare aankh no prem shabdo ne kyay vdatavi jaay…