Archive for એપ્રિલ 2, 2007

વાતો નથી થાતી – ‘નૂરી’

મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી.

જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.

હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.

કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.

અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં , ‘નૂરી’ !
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી !

એપ્રિલ 2, 2007 at 1:11 પી એમ(pm) 11 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

એપ્રિલ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30