વાતો નથી થાતી – ‘નૂરી’
એપ્રિલ 2, 2007 at 1:11 પી એમ(pm) 11 comments
મને એનું નથી દુઃખ કે મુલાકાતો નથી થાતી !
બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી.
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.
કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.
અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં , ‘નૂરી’ !
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી !
Entry filed under: ગઝલ.
1.
કુણાલ | એપ્રિલ 2, 2007 પર 3:26 પી એમ(pm)
કોઇની લાગણીને સાચવી લેવાનું આ ફળ છે,
અમારાથી અમસ્તી પણ કશી વાતો નથી થાતી.
વાહ, ખુબ સુંદર …
આનાથી વિપરિત એક શેર યાદ આવ્યો…, ઉર્દુ શાયર મુઝફ્ફર વારસીની ગઝલ નો મક્તો,…
હમદર્દી-એ-એહબાબ સે ડરતા હું “મુઝફ્ફર”,
મૈં ઝખ્મ તો રખતા હું, નુમાઈશ નહી કરતા….
ખુબ સુંદર ગઝલ છે… આસ્વાદ કરાવવા બદલ આભાર…
2.
chetu | એપ્રિલ 3, 2007 પર 2:05 પી એમ(pm)
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
અમે પણ પ્રેમની પ્રસ્તાવના કીધી નહીં , ‘નૂરી’ !
અને એના તરફથી પણ શરૂઆતો નથી થાતી !
very nice words..!
3.
કસુંબલ રંગનો વૈભવ | એપ્રિલ 3, 2007 પર 2:22 પી એમ(pm)
બધે સળગે છે દીપક ને અહીં રાતો નથી થાતી.
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
sundar
4.
jina | એપ્રિલ 3, 2007 પર 2:31 પી એમ(pm)
beautiful words…!
5.
વિશ્વદીપ બારડ | એપ્રિલ 3, 2007 પર 10:48 પી એમ(pm)
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
Sundar! You can not share everything with everybody !!..even some time with your life partner!!!!!!!!!
6.
સુરેશ જાની | એપ્રિલ 4, 2007 પર 2:41 એ એમ (am)
હતી એ વાત જુદી કે સતત એ આવતા મળવા,
હવે હું જાઉં છું તોપણ મુલાકાતો નથી થાતી.
હવે તારી સાથે પણ મુલાકાતો ઓછી થઇ ગઇ છે દોસ્ત ! કોઇ આનો પણ સ્પેર પાર્ટ ખોળી રાખને? !
7.
Dinesh Gajjar | એપ્રિલ 4, 2007 પર 1:34 પી એમ(pm)
Very nice wording..
8.
વિવેક | એપ્રિલ 4, 2007 પર 5:30 પી એમ(pm)
સુંદર ગઝલ…
9.
Mirchi seth | એપ્રિલ 6, 2007 પર 2:54 પી એમ(pm)
very nice.. Amit you are doing really a great job
10.
anmiruthsinh | મે 29, 2007 પર 11:27 એ એમ (am)
no
11.
Chirag Shah | ઓગસ્ટ 10, 2007 પર 5:50 પી એમ(pm)
Bhai Mazza Avi Gayi