ટેવ – હિતેન આનંદપરા.

એપ્રિલ 8, 2007 at 6:31 પી એમ(pm) 6 comments

                  તને ખોટું જો લાગે તો હું શું કરું ?
                                    મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને
મને ઝરણાનાં પાણી દે અમથા જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને
                  તને ભીનું ન લાગે તો હું શું કરું ?
                                    મને કોરુંકટ રડવાની ટેવ.

રંગરંગી પતંગિયાની સાથે રહીને કદી ઊડવાની કલ્પના કરી છે ?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે ?
                  તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
                                    મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઇ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો
                  તારે કહેવી હો હા ને તોય તું શું કરે
                                    તને ના રે ના કરવાની ટેવ.

Entry filed under: કવિતા.

વાતો નથી થાતી – ‘નૂરી’ શ્યામ – દિલીપ રાવલ.

6 ટિપ્પણીઓ Add your own

  • 1. વિવેક  |  એપ્રિલ 9, 2007 પર 6:17 પી એમ(pm)

    સુંદર ગીત…

    જવાબ આપો
  • 2. Dilip Chhapra  |  એપ્રિલ 9, 2007 પર 6:18 પી એમ(pm)

    Wonderful …..Dear Amit…..

    Khare khar j koin ne Tev padi hoy te to jivan bhar tevayela j rahe chhe. Jem k parwana ne shamma ma jalwa ni tev, gulab ne kanta ma khlwani tev, zarna ne vaheva ni tev, phoolo ne mahekwa ni tev, mauja ne uchhalava ni tev vagere vagere ane TAMNE PAN HAMEHSA NAVI NAVI KRUTI RAJU KARVANI TEV…….. HA ane amne e kruti sambhalwani tev…….

    ane tamari jode Mushayaro karwani TEV……….

    Khub Khub Abhinandan….. n Best Luck for ur Poo……..

    જવાબ આપો
  • 3. Jina  |  એપ્રિલ 10, 2007 પર 12:48 પી એમ(pm)

    Oy Hoy!!! Amit!! So romantic!!!! now i seriously agree with Dr. Vivek!! Tamari tevo pan badlai rahi che ke shu????

    જવાબ આપો
  • 4. SV  |  એપ્રિલ 12, 2007 પર 11:00 પી એમ(pm)

    તમને ખોટું જો લાગે તો શું કરું ?
    લોકોને કોમેંટ લખવાની ટેવ !

    🙂

    જવાબ આપો
  • 5. વિશ્વદીપ બારડ  |  એપ્રિલ 13, 2007 પર 12:28 એ એમ (am)

    હળવેથી અળગી થઇ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો
    અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો
    તારે કહેવી હો હા ને તોય તું શું કરે
    તને ના રે ના કરવાની ટેવ.
    સરસ રચના છે..દિલને ગમે…મનને ભાવે…

    જવાબ આપો
  • 6. કુણાલ  |  એપ્રિલ 13, 2007 પર 11:37 એ એમ (am)

    સુંદર…. 🙂

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

એપ્રિલ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: