ઉંમર – જગદીશ વ્યાસ.
એપ્રિલ 15, 2007 at 11:33 પી એમ(pm) 7 comments
હવે ક્યાં આપણી કોઇ ફિકર કરવાની ઉંમર છે ?
ગળે રૂમાલ બાંધી ફાંકડા ફરવાની ઉંમર છે.
ન આપું કેમ ઝૂકીને સલામી ખૂબસૂરતને ?
હવે તિતલીના રંગોની ઉપર મરવાની ઉંમર છે !
ગુલાલ ઊડી રહ્યો છે લોહીમાં શરણાઇ વાગે છે,
નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે.
ભલે ક્યારેક સંકેલાઇ રહેવાની હતી ઉંમર,
હવે છુટ્ટા મૂકેલા સઢમાં ફરફરવાની ઉંમર છે.
હવે તો હુંય ખુલ્લો થઇ ગયો છું આભની જેવો,
હવે તો બાથ ખુલ્લી પૃથ્વીને ભરવાની ઉંમર છે !
Entry filed under: ગઝલ.
1.
કુણાલ | એપ્રિલ 16, 2007 પર 4:50 પી એમ(pm)
યુવાનીનું આવું સરસ વર્ણન … વાહ…
ખુબ સુંદર…
2.
ninad adhyaru | એપ્રિલ 16, 2007 પર 5:56 પી એમ(pm)
jo eno laabh leta aavde to shresth moko chhe,
javani zindaganino bahu sundar tabakko chhe.
– AMRUT GHAYAL
3.
વિવેક | એપ્રિલ 16, 2007 પર 6:19 પી એમ(pm)
નાની ઉંમરે આથમી ગયેલા જગદીશ વ્યાસની ઉંમર ઉપરની આ રચના ઘણી સ્પર્શી ગઈ…
એમની અન્ય રચના અને માહિતી માટે:
http://layastaro.com/?p=630
4.
વિશ્વદીપ બારડ | એપ્રિલ 17, 2007 પર 3:23 એ એમ (am)
હવે તો હુંય ખુલ્લો થઇ ગયો છું આભની જેવો,
હવે તો બાથ ખુલ્લી પૃથ્વીને ભરવાની ઉંમર છે !
sundar Gazal by Jagdish Vyas..
5.
ઊર્મિસાગર | એપ્રિલ 17, 2007 પર 3:52 એ એમ (am)
ગુલાલ ઊડી રહ્યો છે લોહીમાં શરણાઇ વાગે છે,
નવું કૈં આપણા જીવતરમાં અવતરવાની ઉંમર છે.
ખુબ જ સુંદર ગઝલ… સમજીને શોધી કાઢી લાગે છે!
તારા લોહીમાં વાગતી શરણાઇ હવે અમને ક્યારે સંભળાવે છે અમિત?? 🙂
6.
chetu | એપ્રિલ 17, 2007 પર 1:03 પી એમ(pm)
ya…we r waiting for it…!…kharu ne urmi..?
7.
naraj | એપ્રિલ 21, 2007 પર 5:24 પી એમ(pm)
sundar…….amitbhai…………
Ghatma Ghoda thangane Atam Vinje Pankh
Aaditheli bhom par youvan mandi ankh……….Zaverchan Meghani yaad aavi gaya…