સૈયર, શું કરિયેં ? – અનિલા જોષી.

મે 3, 2007 at 11:41 pm 9 comments

કોયલ ટહુકે સવારના
            ને સાંજે કનડે યાદ
                        સૈયર, શું કરિયેં ?

આંખોમાં છે ફાગણિયો
            ને પાંપણમાં વરસાદ
                        સૈયર, શું કરિયેં ?

ઊંઘમાં જાગે ઉજાગરો
            ને સમણાંની સોગાદ
                        સૈયર, શું કરિયેં ?

મૂંગામંતર હોઠ તો મારા
            ને હૈયું પાડે સાદ
                        સૈયર, શું કરિયેં ?

પિયર લાગે પારકું
            કે સાસરિયાંનો સ્વાદ
                        સૈયર, શું કરિયેં ?

પગમાં હીરનો દોર વીંટાયો
            ને ઝરણાંનો કલનાદ
                        સૈયર, શું કરિયેં ?

તનમાં તરણેતરનો મેળો
            ને મનમાં છે મરજાદ
                        સૈયર, શું કરિયેં ?

Advertisements

Entry filed under: કવિતા.

તપસ્યા – જશુબહેન બકરાણીયા. એક ચહેરો – નિનાદ અધ્યારુ.

9 Comments Add your own

 • 1. વિવેક  |  મે 5, 2007 at 11:09 am

  સવારે કોયલ અને સાંજે યાદ… તનમાં તરણેતર ને મનમાં પરણેતર… વાહ! સુંદર ગીત !

  Reply
 • 2. nilam doshi  |  મે 6, 2007 at 8:10 am

  અમિત મળયા પછી પિયર તો પૂર્વી ને ય પારકુ જ લાગવાનું ને?

  મારું અતિ પ્રિય કાવ્ય

  Reply
 • 3. naraj  |  મે 9, 2007 at 8:14 pm

  તનમાં તરણેતરનો મેળો
  ને મનમાં છે મરજાદ
  સૈયર, શું કરિયેં ?

  પિયર લાગે પારકું
  કે સાસરિયાંનો સ્વાદ
  સૈયર, શું કરિયેં ?

  exellent ……..thanx

  Reply
 • 4. બાબુ કટારા  |  મે 9, 2007 at 10:10 pm

  ભાઈઓ અને બહેનો, તમારામાં થી કોઈને કેનેડા આવવાની ઇચ્છા હોય તો મારો સંપર્ક કરો – babukabootar@yahoo.com. આવજો!

  Reply
 • 5. pravinash1  |  મે 10, 2007 at 10:32 pm

  પિયુના પાંખમાં છુપાયો
  દુનિયાનો આસ્વાદ
  સૈયર શું કરીએ

  Reply
 • 6. shivshiva  |  મે 16, 2007 at 10:49 am

  અરે બાપલા !

  તુ ત્યાં અને હું અહીંયા
  સૈયર શું રે કરીયે

  કહી દો વડલાને
  જ્લ્દી પૈણાવો
  સૈયર શું રે કરીયે

  Reply
 • 7. વિશ્વદીપ બારડ  |  મે 17, 2007 at 6:39 pm

  કોયલ ટહુકે સવારના
  ને સાંજે કનડે યાદ
  સૈયર, શું કરિયેં ?

  Sundar Geet!! ( like a lok-geet)

  Reply
 • 8. Jugalkishor  |  June 8, 2007 at 7:19 pm

  આનું નામ ગીત !
  આનું નામ લોકગીત !!
  આને કહીશું લય અને ભાવનો સંઘેડાઉતાર કસબ.
  અને બળવત્તર અભીવ્યક્તી !
  અતી સુંદર પસંદગી; પૂર્વીબેનને ભેટ આપજો, ભઈલા !!
  દોસ્ત, ઉપલેટા ભુલવાડી દીયે એવી વાતું લાઈવો ને કાંય્ !

  Reply
 • 9. M.G. Raval  |  September 29, 2007 at 11:29 pm

  Munga
  mantar hoth to mara
  Ne Haiu pade sad
  Sahiyar Shu Kahiye…. Vah. Vah
  Khub Sunder geet.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 211,298 અમીનજરું

દિવસવાર ટપાલ

મે 2007
M T W T F S S
« Apr   Jun »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: