Archive for મે 12, 2007

એક ચહેરો – નિનાદ અધ્યારુ.

એકલો ને એકલો બળતો હશે,
આ અરીસો પણ કદી રડતો હશે ?

કેટલો થાતો હશે રોમાંચ ત્યાં,
ચાંદ, વાદળને જરી અડતો હશે !

યાદ આવે કે તરત, મન બાગબાં,
એક ચહેરો કેટલો ગમતો હશે ?

એક માલણ કાન દઇને સાંભળે ;
ફૂલમાં ભમરો, શું ગણગણતો હશે ?

સૂર્યને તો આપણે સમજ્યાં ‘નિનાદ’
ચાંદ આખી રાત શું કરતો હશે ?

સાભાર :  નિનાદભાઇ.

મે 12, 2007 at 12:03 એ એમ (am) 15 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 280,424 અમીનજરું

દિવસવાર ટપાલ

મે 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28293031