એક ચહેરો – નિનાદ અધ્યારુ.
મે 12, 2007 at 12:03 એ એમ (am) 15 comments
એકલો ને એકલો બળતો હશે,
આ અરીસો પણ કદી રડતો હશે ?
કેટલો થાતો હશે રોમાંચ ત્યાં,
ચાંદ, વાદળને જરી અડતો હશે !
યાદ આવે કે તરત, મન બાગબાં,
એક ચહેરો કેટલો ગમતો હશે ?
એક માલણ કાન દઇને સાંભળે ;
ફૂલમાં ભમરો, શું ગણગણતો હશે ?
સૂર્યને તો આપણે સમજ્યાં ‘નિનાદ’
ચાંદ આખી રાત શું કરતો હશે ?
સાભાર : નિનાદભાઇ.
Entry filed under: કવિતા.
1.
વિવેક | મે 12, 2007 પર 10:35 એ એમ (am)
લગભગ બધા જ સુંદર્યલક્ષી શેરો મનને ગમી જાય એવા છે. સાવ નવા જ વિચારો અને સાવ નવી જ અભિવ્યક્તિ…. આભાર, નિનાદભાઈ !
2.
naraj | મે 12, 2007 પર 6:47 પી એમ(pm)
saras
3.
nilam doshi | મે 14, 2007 પર 11:51 એ એમ (am)
બધા શેરો ખૂબ સુંદર છે.કોઇ એક અલગ પાડી શકાય તેમ નથી જ.
ખૂબ જ સરસ… મજા આવી માણવાની..અભિનન્દન..કોને?કવિ ને કે પસંદગીકાર ને?
બંને જ..
4.
pravinash1 | મે 14, 2007 પર 6:58 પી એમ(pm)
ચાંદ શું કરતો હશે’
ચાંદની ને ખબર હશે
5.
shivshiva | મે 16, 2007 પર 10:50 એ એમ (am)
હદ કર દી અમિત તેં તો
અત્યારથી શાને વિરહ !
6.
વિશ્વદીપ બારડ | મે 17, 2007 પર 6:37 પી એમ(pm)
એક માલણ કાન દઇને સાંભળે ;
ફૂલમાં ભમરો, શું ગણગણતો હશે ?
very nice Gazal..
7.
nirav dave | મે 17, 2007 પર 8:29 પી એમ(pm)
shu vaat chhe NINADBHAI !!!!!
8.
પ્રતીક નાયક | મે 18, 2007 પર 5:12 પી એમ(pm)
9.
ઊર્મિસાગર | મે 18, 2007 પર 10:18 પી એમ(pm)
ખરેખર ખુબ જ સુંદર ગઝલ… એક્કે એક શેર લાજવાબ છે…
અભિનંદન નિનાદભાઇ!!
(પસંદગીનાં એક-બે શેર અહીં મુકવાનો વિચાર આવ્યો તો ખ્યાલ આવ્યો કે આ તો હારી આખી ગઝલ જ ફરી અહીં પેસ્ટ થઇ જશે…)
નીલાઆંટી, એ ઘરવાળીને જ્યાં સુધી ફેરા ફરીને ઘરમાં ન લાવે ત્યાં સુધી તો વિરહ જ સહેવાનો ને વળી!! કેમ અમિત, હાચી વાત ને?!! 🙂
10.
ઊર્મિસાગર | મે 18, 2007 પર 10:22 પી એમ(pm)
ને હમણાં હમણાં જો કોઇ બેસ્ટ “કવિતાની પસંદગી” કરવા માટે હરીફાઇ જેવું કાંઇ રાખે ને, તો તો અમિત સિવાય બીજા કોઇનો પણ પહેલો નંબર આવે જ નહિં… 😀
11.
gita joshi | મે 24, 2007 પર 2:24 પી એમ(pm)
ek cheharo ktlo gamto hashey………………………..!
a kadi na mapi shakay…….
good ….i think……….very good……..!
12.
Umesh | જુલાઇ 17, 2007 પર 9:34 પી એમ(pm)
vah re vah kamal kari
13.
Kiran Jadav | ઓગસ્ટ 24, 2007 પર 5:02 પી એમ(pm)
ગઝલ
સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?
સ્તબ્ધતા ટોળેવળી મારી કલમની ટાંક પર,
રિકત કાગળ પર ચિતરાવતા મઝાના મોરલા.
દૂર સૂરજ હોય એવુ લાગવું ને ક્ષણ પછી,
હાથ દાબી દે કોઈ બે આંખ ઉપર લાગલા.
થાય છે કે હું સૂકીભઠ વાવનું એકાંત છું,
કોણ પ્રગટાવે દીવો ને કોણ પૂજે નાગલા.
હોથમાં મરું જ ધડ લઈ સામો પડછાયો મળે,
હું દરૂખેથી અતીતના જૉઉ જન્મો પાછલા.
14.
Kiran Jadav | ઓગસ્ટ 24, 2007 પર 5:04 પી એમ(pm)
For gujarati literature like Naval Katha, Navlika, Gazal and Kavita, Hasya Lekh, jokes, bal varta etc. kindly visit http://www.divyabhaskar.co.in/literature
15.
ashvin | જુલાઇ 17, 2010 પર 10:02 એ એમ (am)
khub saras