સ્મરણ – સૌપ્રિય સોલંકી “શૈલ”
જૂન 21, 2007 at 12:37 એ એમ (am) 9 comments
ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ,
ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ.
પ્રસંગો બધા નજરું સામે હાથ તાળી રમે,
ને સામટા અરમાનોના જૌહરની યાદ.
મૌનની સજા ગૂંગળાવે મુજ ચિત્તને,
ને સવારે ઝાકળ થઇ ઠરી ગયાનું યાદ.
ભીંત પરના થાપા ચીતર્યાને વિસ્તર્યા,
તિમિરના નીરમાં હશે ડૂબ્યાનું યાદ.
મીણની જેમ પીગળતું આ પ્રતિબિંબ,
કાળના કાળા ઓછાયાથી ડર્યાનું યાદ.
ઝંખનાના દરિયામાં નીતરતો ‘હું’ ને
મૃગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.
હસ્તરેખાઓની મર્યાદા પૂરી થતાં જ,
અશ્રુઓ શબનમ બનીને ઠર્યાનું યાદ.
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | જૂન 22, 2007 પર 2:25 એ એમ (am)
Read original publication with comments –
http://kaavyasoor.wordpress.com/2007/05/29/smaran_sauppriy/
2.
વિવેક | જૂન 25, 2007 પર 11:17 એ એમ (am)
એટલે કે અમિતભાઈ, તમારી સગાઈની મધુરજની અહીં પૂરી થઈ, સાચું? ઘણી રાહ જોવડાવી અને ઘણા ધક્કા ખવડાવી પાછા આવ્યા છો તો પાછા ચાલ્યા ન જવાય તે જરૂર જોજો….
શુભેચ્છાઓ…
… હા, આ ગઝલ સરસ છે… અભિનંદન, સૌપ્રિય !
3.
shivshiva | જૂન 26, 2007 પર 9:22 એ એમ (am)
ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ,
ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ.
લગ્નના દિવસો ગણાય છે કે શું?
સુંદર ગઝલ છે.
4.
જશવંત | જુલાઇ 1, 2007 પર 7:34 પી એમ(pm)
સાચી જોડણીમાં આ કાવ્ય જોઇ આનંદ થયો. સુરેશભાઇના ‘કાવ્યઅસુર’ પર આજ કાવ્યને મારી મચડીને ઉંઝાજોડણીમાં જોઇ આંખો તેમજ મનને સખત ત્રાસ થયો.
5.
Niraj Shah | જુલાઇ 6, 2007 પર 3:17 પી એમ(pm)
નમસ્તે અમિતભાઇ,
હું નીરજ શાહ. તમારો બ્લોગ ખુબજ સુંદર છે. હું પણ વર્ડપ્રેસ પર મારો બ્લોગ બનવા માંગુ છુ ને એ માટે જ તમારી મદદની જરૂર છે. તમારા બ્લોગ પર તમે mp3 સાંભળી શકાય એવી વ્યવસ્થા કરી છે. પરંતુ મારાથી એ શક્ય બનતું નથી. હું ગીતો ઇ-સ્નિપસ પર હોસ્ટ કરું છું પણ બ્લોગમાં એને એમ્બેડ કરી નથી શકતો. તમે ગીતો ઓડિઓ પર હોસ્ટ કરો છો. મે એ પ્રયત્ન કરી જોયો છે પણ પ્લેયર એમ્બેડ નથી થતું. જો તમે મને કહિ શકો કે વર્ડપ્રેસના બ્લોગ પર ગીતો કેવી રીતે વગાડી શકાય તો તમારો ઘણો આભાર થશે.
My e-mail is : shahnirajs@gmail.com
6.
Niraj Shah | જુલાઇ 6, 2007 પર 3:23 પી એમ(pm)
માફ કરશો ઇ-મેઇલ ટાઇપ કરવામાં ભૂલ થઇ છે.
મારું ઇ-મેઇલ: shahnirajb@gmail.com
7.
Devika Dhruva | જુલાઇ 10, 2007 પર 7:11 એ એમ (am)
હસ્તરેખાઓની મર્યાદા પૂરી થતાં જ,
અશ્રુઓ શબનમ બનીને ઠર્યાનું યાદ.
very nice.
8.
manvant | જુલાઇ 28, 2007 પર 9:21 એ એમ (am)
ashruo ahabanam banine tharyaanu yaad !
BHAI BHAI !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! DADA.
9.
Dilip Chhapra | ઓગસ્ટ 3, 2007 પર 7:05 પી એમ(pm)
Ha amit-ji ha………
Khub Saras….
Bas aa ek mitra ne pan jara yaad rakhjo……….
Ane e mate be line niche kahu chhu te pan ………
જીવનમાં મિત્ર ના હોત તો ! આ જીવનને જીવન કેમ કહેવું? મિત્રતા એક એવો દિપ છે કે જેમાં, બંને એ એકસાથે બળવું જ પડે. મિત્રતા એક એવો ધોધ કે જેમાં, પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે. મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં, આસ પાસ બધું જ દ્રશ્યમાન છે. મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં, વહેતાં વહેતાં જીવન જીવી જવાય.
Bas app no sahpaathi…
Dilip Chhapra