Archive for સપ્ટેમ્બર 2, 2007
જય શ્રી કૃષ્ણ…
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોસ્તવ ના પર્વ પર સર્વે મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ…
શ્રાવણ વદે આઠમ મઘરાતે
ગોકુળ પ્રગટ્યો ગિરધારી
હરખ્યા નંદ જશોદા બેઉ
હરખ્યા છે સૌ નર – નારી
ઝાંજ પખાજ ના તાલે
સૃષ્ટી નાચે છે સારી
ગોપીને ગોવાળો ઘેલા
કાનુડા પર ગ્યા વારી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી.
અમિત ના જય શ્રી કૃષ્ણ…
મળ્યાં ભેગા ભળ્યાં – શિલ્પા ગાંધી.
મળ્યાં એવા મળ્યાં,
કે મળ્યાં ભેગા, લગોલગ લાગી ગયાં,
ન ત્યાં મન રહ્યું કે તન રહ્યું,
મનડાં તનડાંનો તફાવત ન રહ્યો,
મૌન સતત બોલતું રહ્યું,
ને શબ્દો બધા ચુપ રહ્યાં,
અમે એવાં મળ્યાં ને એવાં ભળ્યાં,
કે વિધાતા માત્ર દેખતા રહ્યાં.
મિત્રોના પ્રતિભાવ