માણસ છે, બિઝનેસ કરે છે :: શ્રી કૃષ્ણ દવે.
મે 20, 2008 at 10:50 પી એમ(pm) 10 comments
પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
અજવાળાનો સ્ટોક કરીને, સુરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
સંબધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લહેરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
પોતાનું આકાશ બતાવી, સુરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.
Entry filed under: કવિતા.
1.
nilamdoshi | મે 20, 2008 પર 11:51 પી એમ(pm)
welcome back..amit…..right now i am in US.
my favourite poem..and favourite poet…
2.
jayeshupadhyaya | મે 21, 2008 પર 10:27 એ એમ (am)
અમીતભાઇ
ગુજરાતી ભાષામાં વણખેડાયેલ ક્ષેત્રમાં કૃષ્ણ દવે હાજરી પુરાવે છે કટાક્ષ કે વ્યંગ કાવ્યો ગુજરાતીમાં બહુ ઓછા લખાયા છે કૃષ્ણ દવે બહુંજ સરસ કવીતા લખે છે આ કવીતા પણ બહુંજ સરસ છે
http://jayeshupadhyaya.wordpress.com
3.
Harsukh Thanki | મે 21, 2008 પર 12:56 પી એમ(pm)
એક કાવ્યરચનામાં આજના માણસ વિષે કેટલું બધું કહી દેવાયું છે…. ખૂબ સુંદર કૃતિ.
4.
ઊર્મિ | મે 21, 2008 પર 3:59 પી એમ(pm)
સુંદર ગુજલીશ ગઝલ… મજા આવી ગઈ…!!
લગ્ન પછી પ્રથમવાર ફરી બ્લોગજગતમાં… પુન:આગમન મુબારક અમિત…!
હવે પછી નિયમિત રીતે આવતો રહેજે દોસ્ત…!
5.
pragnaju | મે 21, 2008 પર 11:32 પી એમ(pm)
“સંબધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
લાગણીઓ લહેરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.”
ખૂબ સુંદર્
ઊર્મિના શબ્દોમાં જ શુભેચ્છા વ્યક્ત કરું છું- “લગ્ન પછી ફરી બ્લોગજગતમાં પુન:આગમન મુબારક.અમિત…!”
6.
Bharat Sukhparia | મે 30, 2008 પર 8:48 પી એમ(pm)
Waah.. Just beautiful.
Pls keep it up.
7.
shivshiva | જૂન 1, 2008 પર 4:19 પી એમ(pm)
welcome back Amit.
હવે અમી ભર્યું ઝરણુ ફરી વહાવજો
8.
mayur doshi | જૂન 2, 2008 પર 2:17 એ એમ (am)
most realistick, materialistick but poetic Gazal. Enjoyed reading it.
9.
Prashant Pandya | જૂન 2, 2008 પર 9:53 એ એમ (am)
I got it thru my respected Sh.Bharatbhai Sukhparia. It is reality of our life. Keep smiling whether you like or dont….
10.
Priyanka | જૂન 3, 2008 પર 11:12 એ એમ (am)
બહુ વખતે વાંચી રાજ કપુરની ફિલ્મ જેવી કવિતા !
કાશ , આને ફિલ્માવી શકાઈ હોત! worth it.