ચૂમી છે તને :: મુકુલ ચોક્સી

જૂન 1, 2008 at 8:47 પી એમ(pm) 5 comments

ગીતના ઘેઘૂર ગરમાવામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેનાં ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચુ કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઇને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મૂકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કૂંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાયને ઊઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

Entry filed under: કવિતા, ગઝલ.

માણસ છે, બિઝનેસ કરે છે :: શ્રી કૃષ્ણ દવે. ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી

5 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  જૂન 2, 2008 પર 6:32 પી એમ(pm)

    સુંદર કવિતા
    પાંપણો મીંચાયને ઊઘડે એ પલકારો થતાં,
    વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
    વાહ્

    જવાબ આપો
  • 2. jayeshupadhyaya  |  જૂન 3, 2008 પર 3:00 પી એમ(pm)

    સાચુ કહું તો આ ગણિત અમથું નથી પાકું,
    બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

    સારી ગઝલનો સરસ શેર્

    જવાબ આપો
  • 3. shivshiva  |  જૂન 11, 2008 પર 5:02 પી એમ(pm)

    good

    જવાબ આપો
  • 4. manvantpatel  |  જૂન 17, 2008 પર 1:13 એ એમ (am)

    ALYA BHAI ! CHUMYE RAKHO !
    TAMARA DAHADA CHHE HO 11

    જવાબ આપો
  • 5. Mayur Parekh  |  ઓગસ્ટ 23, 2008 પર 11:47 એ એમ (am)

    vaah !!!

    aava bija jetla kavya chhe te vanchavso please…..

    Mayur

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,307 અમીનજરું

દિવસવાર ટપાલ

જૂન 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: