ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી
જૂન 8, 2008 at 8:51 પી એમ(pm) 6 comments
ભાગ્ય મારું ફકીર જેવું છે,
તોય જીવન અમીર જેવું છે.
કઇ દિશામાં વળે નક્કી છે ક્યાં ?
મન અમારું સમીર જેવું છે.
હોય છે લક્ષ તરફ જ એની ગતિ,
આ નજરનુંય તીર જેવું છે.
પ્રેમમાં હોય શું કહે બીજું ?
એ જ રાંઝા ને હીર જેવું છે.
કાલ કંચન બને ય તે જીવન,
આજ છો ને કથીર જેવું છે.
રામ મારો રહીમ પણ મારો,
ભાઇ મારું કબીર જેવું છે.
લેખ હો તો લલાટમાં તું જો,
હાથમાં તો લકીર જેવું છે.
એટલે તો ફરી શકું છું મુક્ત,
ક્યાં હવે કૈં શરીર જેવું છે.
એમ મન્નત વગર નહીં માને,
“રાજ” એનું ય પીર જેવું છે.
Entry filed under: ગઝલ.
1.
jayeshupadhyaya | જૂન 9, 2008 પર 10:24 એ એમ (am)
એમ મન્નત વગર નહીં માને,
“રાજ” એનું ય પીર જેવું છે.
વાહ સરસ શેર
2.
pragnaju | જૂન 10, 2008 પર 12:03 એ એમ (am)
ભાગ્ય મારું ફકીર જેવું છે,
તોય જીવન અમીર જેવું છે.
સરસ
યાદ આવી આબિદાએ પોતાના
સૂફી અંદાજમાં ગાયેલી
રાબિયાની પંક્તિઓ
‘सीखनी है गर फकीरी
तो पनिहारन से सीख
बतियाती है सहेलियों से
ध्यान गागर के बिच।’
3.
shivshiva | જૂન 11, 2008 પર 5:04 પી એમ(pm)
એક અઠવાડિયામાં આટલો વિરહ? કે ભાગ્ય ફકીર થઈ ગયું?
સુંદર ગઝલ છે.
4.
manvantpatel | જૂન 17, 2008 પર 1:11 એ એમ (am)
AMITBHAI MALYA !
AMARU BHAGYA FALYU !
HAVE NIYAMIT AAVSHO NE ?
5.
himalek32 | જુલાઇ 15, 2008 પર 6:55 પી એમ(pm)
સુંદર ગઝલ છે.
6.
Devendrasinhji udesinhji vaghela- iyava-sanand | ઓક્ટોબર 27, 2008 પર 5:59 પી એમ(pm)
VAAH SHU GAZAL CHE MAJA AAVI HO.