ભાગ્ય મારું ફકીર જેવું છે :: ‘રાજ’ લખતરવી

જૂન 8, 2008 at 8:51 પી એમ(pm) 6 comments

ભાગ્ય મારું ફકીર જેવું છે,
તોય જીવન અમીર જેવું છે.

કઇ દિશામાં વળે નક્કી છે ક્યાં ?
મન અમારું સમીર જેવું છે.

હોય છે લક્ષ તરફ જ એની ગતિ,
આ નજરનુંય તીર જેવું છે.

પ્રેમમાં હોય શું કહે બીજું ?
એ જ રાંઝા ને હીર જેવું છે.

કાલ કંચન બને ય તે જીવન,
આજ છો ને કથીર જેવું છે.

રામ મારો રહીમ પણ મારો,
ભાઇ મારું કબીર જેવું છે.

લેખ હો તો લલાટમાં તું જો,
હાથમાં તો લકીર જેવું છે.

એટલે તો ફરી શકું છું મુક્ત,
ક્યાં હવે કૈં શરીર જેવું છે.

એમ મન્નત વગર નહીં માને,
“રાજ” એનું ય પીર જેવું છે.

Entry filed under: ગઝલ.

ચૂમી છે તને :: મુકુલ ચોક્સી અંતરિયાળ :: લાલજી કાનપરિયા.

6 ટિપ્પણીઓ Add your own

  • 1. jayeshupadhyaya  |  જૂન 9, 2008 પર 10:24 એ એમ (am)

    એમ મન્નત વગર નહીં માને,
    “રાજ” એનું ય પીર જેવું છે.
    વાહ સરસ શેર

    જવાબ આપો
  • 2. pragnaju  |  જૂન 10, 2008 પર 12:03 એ એમ (am)

    ભાગ્ય મારું ફકીર જેવું છે,
    તોય જીવન અમીર જેવું છે.
    સરસ
    યાદ આવી આબિદાએ પોતાના
    સૂફી અંદાજમાં ગાયેલી
    રાબિયાની પંક્તિઓ
    ‘सीखनी है गर फकीरी
    तो पनिहारन से सीख
    बतियाती है सहेलियों से
    ध्यान गागर के बिच।’

    જવાબ આપો
  • 3. shivshiva  |  જૂન 11, 2008 પર 5:04 પી એમ(pm)

    એક અઠવાડિયામાં આટલો વિરહ? કે ભાગ્ય ફકીર થઈ ગયું?
    સુંદર ગઝલ છે.

    જવાબ આપો
  • 4. manvantpatel  |  જૂન 17, 2008 પર 1:11 એ એમ (am)

    AMITBHAI MALYA !
    AMARU BHAGYA FALYU !
    HAVE NIYAMIT AAVSHO NE ?

    જવાબ આપો
  • 5. himalek32  |  જુલાઇ 15, 2008 પર 6:55 પી એમ(pm)

    સુંદર ગઝલ છે.

    જવાબ આપો
  • 6. Devendrasinhji udesinhji vaghela- iyava-sanand  |  ઓક્ટોબર 27, 2008 પર 5:59 પી એમ(pm)

    VAAH SHU GAZAL CHE MAJA AAVI HO.

    જવાબ આપો

Leave a reply to shivshiva જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,442 અમીનજરું

દિવસવાર ટપાલ

જૂન 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30