છોછ :: રસિક મામતોરા
જુલાઇ 27, 2008 at 7:20 પી એમ(pm) 2 comments
ક્યારેક એવું થાય,
કે આ થાય ? આવું થાય !!
ને ક્યારેક એવું થાય,
કે આ થાય અને આમ જ થાય.
થાય ત્યારે થાય, ક્યારેક કંઇ ન થાય,
કંઇ જ ન થાય, ત્યારે કંઇક થઇ જાય.
આવું મને થાય, આવું તેમને પણ થાય.
બધા ભેગા થાય ત્યારે કંઇક જુદું થાય !
આમ લગભગ થાય, ક્યારેક અચૂક થાય.
ન હોવાપણું વર્તાય ને હોવાપણું જાય.
– પણ રહી રહીને બધાને થાય,
થાય ત્યારે એવું જ થાય,
કે આમ થાય અને આવું જ થાય.
Entry filed under: કવિતા.
1.
jayeshupadhyaya | જુલાઇ 29, 2008 પર 3:41 પી એમ(pm)
કે આમ થાય અને આવું જ થાય.
સરસ કાવ્ય
2.
chetu | ઓગસ્ટ 17, 2008 પર 4:08 એ એમ (am)
જે થાય એ થાય જ..