મિત્ર :: પન્ના નાયક.
ઓગસ્ટ 4, 2008 at 1:02 પી એમ(pm) 7 comments
મિત્ર એટલે પરમ આત્મીયતા અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય.
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય.
જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગી આપણને અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.
મિત્ર એટલે મિત્ર.
Entry filed under: કવિતા.
1.
pragnaju | ઓગસ્ટ 4, 2008 પર 6:33 પી એમ(pm)
આધ્યાત્મિક રીતે મિત્રતા-સખાભાવ આ રીતે વર્ણવ્યું છે
द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते ।
तयोरन्यः पिप्पलं स्वाद्वत्त्यनश्नन्नन्यो अभिचाकशीति ॥વૃક્ષ શરીર છે. સ્થૂળ શરીર. એમાં જીવાત્મા અને પરમાત્મા બંનેનો વાસ છે. બંને સનાતન સખા અથવા સાથી છે. એકમેકની સાથે શાશ્વત સ્નેહસૂત્રે બંધાયેલા છે. એમાં જીવાત્મા જુદા જુદા કર્મફળોનો ઉપભોગ કરે છે, શુભાશુભ કર્મફળોની સારીનરસી, અનુકૂળ કે પ્રતિકૂળ પ્રકિયાને અનુભવે છે, અને પરમાત્મા કશું જ નથી કરતા. એ સર્વ પ્રકારનાં કર્મો અને કર્મફળોની શુભાશુભ અસરોથી અલિપ્ત રહે છે. એમની અંદર અહંતા અથવા મમતા નથી હોતી. એ જીવાત્માની જેમ કર્મફળમાં આસક્તિ કરીને બદ્ધ નથી બનતા. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે. જીવાત્મા તો પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને વિષયોપભોગ કરી, વિષયોમાં પડીને ભૂલી જાય છે. માટે તો અશાંત અને દુઃખી થાય છે.
2.
pravin shah | ઓગસ્ટ 15, 2008 પર 9:39 એ એમ (am)
nice one
3.
chetu | એપ્રિલ 18, 2009 પર 12:35 એ એમ (am)
એક્દમ સુઁદર ..!! અભિનઁદન …મૈત્રેી વિષે મારા વિચારો તથા મારા પ્રિય ગેીતો સૂર સરગમ પર છે..http://www.samnvay.net/sur-sargam/?p=121
4.
ashu | ફેબ્રુવારી 2, 2010 પર 2:44 પી એમ(pm)
અભિનઁદન …મૈત્રેી વિષે એક્દમ સુઁદર ..!!
5.
HITESH | ઓગસ્ટ 7, 2011 પર 5:51 એ એમ (am)
IT’S GREAT SIR………..
6.
smita | ઓગસ્ટ 22, 2012 પર 6:12 પી એમ(pm)
really it is very very very good!
7.
amitpisavadiya | ઓગસ્ટ 28, 2012 પર 9:15 પી એમ(pm)
thank you for your kind words at Amizaranu…
amit pisavadiya https://amitpisavadiya.wordpress.com