પૈસો :: હેનરી મિલર, (અનુવાદ :: પ્રવિણચંદ્ર ભુતા)
ઓગસ્ટ 27, 2008 at 10:01 પી એમ(pm) 3 comments
નિશાચરોના ટોળા સોંસરવો પૈસામાં હું ચાલું
પૈસો મારું બખ્તર ને પૈસામાં હું મહાલું
પૈસાથી હું ઊંઘું
પૈસાથી હું સૂંઘું
પૈસો મારી ભાંગ
પૈસો મારી બાંગ
પૈસો જંતરમંતર
પૈસો બખડજંતર
આ માણસ ટોળા ઇ પણ પૈસા
નાક શ્વાસ ને ડોળા ઇ પણ પૈસા
ખલકમાં એવી એક ચીજ ન ભૈયા
જે ન હો કલદાર-રૂપૈયા
ઉપર નીચે આજુ બાજુ
પૈસાનું વાગે છે વાજું
તો ય પૈસા નથી પૂરતા
સઘળા પૈસા સાટુ ઝૂરતા
થોડા પૈસા – ખાલી ખિસ્સા
મબલક પૈસા અઢળક પૈસા
સિક્કાની છે બન્ને બાજુ
જોખાય બધું રૂપિયાને તરાજું
પૈસો પૈસાને રળતો જો ને
પૈસાને પૈસાથી પૈસો રળતાં શીખવ્યું કોણે ?
Entry filed under: કવિતા.
1.
વિશ્વદીપ બારડ | ઓગસ્ટ 28, 2008 પર 4:22 એ એમ (am)
can money buy love? no,may be artificial!!!
any how, good rachna
2.
Varsha | ઓગસ્ટ 29, 2008 પર 10:01 એ એમ (am)
nice one
3.
Neela | સપ્ટેમ્બર 14, 2008 પર 12:52 પી એમ(pm)
પૈસો પરમેશ્વર થઈ ગયો?