જીવન :: કિરીટ ગોસ્વામી
ઓગસ્ટ 30, 2008 at 8:03 પી એમ(pm) 2 comments
જીવન, પળ પળ બદલે રૂપ…
એ જ નથી સમજાતું
એનું સાચું કિયું સ્વરૂપ ?
આંસુભીની એક ઘડી
તો બીજી ઉત્સવ સરખી !
રોજ ખુલે સંજોગ નામની
અણધારી જ ચબરખી !
લાખ સવાલો ઘૂંટ્યા કરતું મન આ, બેઠું ચૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ…
કોઇ ઉખાણું માની બૂજે,
કોઇ સફર કહી ચાલે !
કોઇ વળી, બેપરવા નખશિખ –
નિજમસ્તીમાં મ્હાલે !
રૂપ હજારો જોઉં નિરંતર, અંતે તોય અરૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ…
Entry filed under: કવિતા.
1.
manvantpatel | સપ્ટેમ્બર 5, 2008 પર 5:57 એ એમ (am)
આપનું રૂપ પણ અભિનવ છે ! દોસ્ત !
2.
Neela | સપ્ટેમ્બર 14, 2008 પર 12:54 પી એમ(pm)
આંસુભીની એક ઘડી
તો બીજી ઉત્સવ સરખી !
રોજ ખુલે સંજોગ નામની
અણધારી જ ચબરખી !
સરસ છે.