ફર્ક :: પ્રીતમ લખલાણી
સપ્ટેમ્બર 18, 2008 at 1:33 પી એમ(pm) 5 comments
નાતાલની સવારે
બાળકોને
ઇશુનો ઉપદેશ સમજાવતા
શિક્ષક બોલ્યા :
‘જો કોઇ
તમારા એક ગાલે
લાફો મારે તો
તમારે તેની સમક્ષ
બીજો ગાલ ધરવો !’
બરાબર એ જ વખતે
વર્ગની બારી બહાર
આંગણામાં
લચી પડેલ આંબા પર
એક રાહદારીએ
પથ્થર ફેંકી
બેચાર
કેરી ખેરવી નાખી !
આ જોઇ
બાળકે શિક્ષકને પૂછ્યું :
‘સાહેબ !
ઇશુ
અને વૃક્ષમાં
શો ફર્ક ???’
Entry filed under: કવિતા.
1.
preetam lakhlani | સપ્ટેમ્બર 18, 2008 પર 5:55 પી એમ(pm)
Thank you, dear Amit …keep in touch…
2.
varshashah | સપ્ટેમ્બર 19, 2008 પર 5:52 પી એમ(pm)
બાળકે શિક્ષકને પૂછ્યું :
‘સાહેબ !
ઇશુ
અને વૃક્ષમાં
શો ફર્ક ???’
a good question
3.
pragnaju | સપ્ટેમ્બર 19, 2008 પર 7:03 પી એમ(pm)
મઝાનું અછાંદસ
બાળકે શિક્ષકને પૂછ્યું :
‘સાહેબ !
ઇશુ
અને વૃક્ષમાં
શો ફર્ક ???’
વા
4.
સુકુમાર | સપ્ટેમ્બર 21, 2008 પર 3:23 પી એમ(pm)
ઈશુ બીજો ગાલ ધરે. વૃક્ષ આખી જાત ધરે.
5.
shivshiva | સપ્ટેમ્બર 28, 2008 પર 3:18 પી એમ(pm)
સુંદર સવાલો છે.