એક ભવ ઓછો પડે :: મુસાફિર પાલનપુરી
સપ્ટેમ્બર 28, 2008 at 8:57 પી એમ(pm) 5 comments
યાદ કોઇની વિસરવા એક ભવ ઓછો પડે,
એ અગમજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે.
તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિઃશ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.
રૂપ છે નમણી પ્રતિભા હાય કિન્તુ ! દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.
દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.
આચમન એનું મળે તોપણ મુસાફિર ધન્યતા,
આ ગઝલ-સિંધુને તરવા એક ભવ ઓછો પડે.
1.
pragnaju | સપ્ટેમ્બર 29, 2008 પર 1:49 એ એમ (am)
દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.
ખુબ સુંદર
સંતોની આવી સમજ—ફક્ત બે પંક્તીમાં!
જીવની પર્યાયમાં થતાં રોગ, દ્વેષ, ક્રોધાદિ કષાય, વૈર, હિંસા તથા ભય આદિ ભાવોને કારણે એક ભવમાં આત્માનો ઘાત થવારૂપી બાવ મરણ પ્રત્યેક ક્ષણે થાય છે. આ પ્રકારના વિકારી ભાવોને કારણે ઘાતિ કર્મનો બંધ થઈ જીવને અનંત સંસારનો બંધ થાય છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર એઓશ્રીના પદ્ય રચના ”અમુલ્ય તત્વ વિચાર”માં ભવ મરણનો ઉલ્લેખ કરતાં જણાવે છે.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ અને લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો!
સુખ પ્રાપ્ત કરવા માટે જીવ અનાદિકાળથી અનંત ભવમાં પુરૂષાર્થ તો કરતો આવ્યો છે. પણ તેને સત્ સુખની વ્યાખ્યા ખબર ન હોવાથી તે પાંચ ઈન્દ્રિયના વિષય સુખને જ સાચુ સુખ માની તેની જ પ્રાપ્તિ માટે ઉપાયો યોજે છે. આ કારણથી સત્ એવા આત્માના સુખથી વંચિત રહ્યો છે. સુખની પ્રાપ્તિના અભાવમાં તે નિરાશ થઈ શકોના ભાવ અર્થાત્ દુઃખના ભાવ કરીને આત્માનો ઘાત થવા રૂપી ભાવ મરણ પ્રત્યેક ક્ષણે કરે છે.
2.
manvant | સપ્ટેમ્બર 29, 2008 પર 3:11 એ એમ (am)
TAMNE PAAMVAA PAN EK BHAV OCHHO PADE !
3.
Pravin Shah | સપ્ટેમ્બર 29, 2008 પર 10:24 એ એમ (am)
આચમન એનું મળે તોપણ મુસાફિર ધન્યતા,
આ ગઝલ-સિંધુને તરવા એક ભવ ઓછો પડે.
સુંદર રચના !
4.
razia | ઓક્ટોબર 5, 2008 પર 1:14 પી એમ(pm)
દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાંથી ઊગરવા એક ભવ ઓછો પડે.
વિચારવા જેવી વાત.
5.
Mahesh Mehta | જાન્યુઆરી 13, 2010 પર 10:51 પી એમ(pm)
Musafirbhai
Gandhinagar ma karelu kavisammelan loko haji yad kare chhe.
Bharosoki bhenso ne pade jane he…….
Vah…..
Yours Mahesh Mehta Gandhinagar M.9429517853