ગઝલ :: હઝલ !
ઓક્ટોબર 12, 2008 at 7:12 પી એમ(pm) 11 comments
ગઝલ હઝલ !
શ્રી અમૃત ઘાયલ. શ્રી નિર્મિશ ઠાકર.
એ ઘડી પણ એક વખત આવી હતી, ખોલવા તાળું ન એ ફાવી હતી,
સુખની મારા હાથમાં ચાવી હતી. સુખની મારા હાથમાં ચાવી હતી !
કોઇની સમજાવી એ સમજી નહીં, એ કશું સમજ્યો ન’તો ને એ છતાં –
આંખને એણે ય સમજાવી હતી. આંખને એણે ય સમજાવી હતી !
આમ તો મારગ બહુ સીધો હતો, માત્ર ફેરા લાખચોરાશી ફરી –
જિન્દગીને ઠોકરો ખાવી હતી. જિન્દગી ને ઠોકરો ખાવી હતી !
નીરખી રણ પાણી પાણી થઇ ગયા, નીરખી રણ પાણી પાણી થઇ ગયાં,
રામ જાણે શું ઘટા લાવી હતી ! ન્હેર નકશામાં જ લંબાવી હતી !
આટલી ઝાંખી હશે ન્હોતી ખબર, આગિયાએ સૂર્ય પર ફેંકી, પછી –
રોશનીને મેં ય બિરદાવી હતી. રોશનીને મેંય બિરદાવી હતી !
આમ અંતરિયાળ છોડી ક્યાં ગયા હાસ્યપ્રેરક કાવ્ય છે, હું તો નથી !
દોસ્તો, કૈં તો દયા ખાવી હતી. દોસ્તો કૈં તો દયા ખાવી હતી !
મ્હેરબાની એમની કે સાંભળી, કેમ બેસાડ્યો ગળું ઝાલી મને ?
મારે પણ ‘ઘાયલ’ ગઝલ ગાવી હતી. મારે પણ ‘નિર્મિશ’ હઝલ ગાવી હતી !
1.
ઊર્મિ | ઓક્ટોબર 12, 2008 પર 10:42 પી એમ(pm)
વાહ અમિત… બહુ વખતે બ્લોગજગતમાં દર્શન દીધાં…!
સુંદર ગઝલ-હઝલ !
2.
chetu | ઓક્ટોબર 12, 2008 પર 10:51 પી એમ(pm)
saras..
3.
Vijay Shah | ઓક્ટોબર 13, 2008 પર 4:17 એ એમ (am)
સુંદર ગઝલ-હઝલ !
બહુ વખતે બ્લોગજગતમાં દર્શન દીધાં…!
4.
jugalkishor | ઓક્ટોબર 13, 2008 પર 5:14 એ એમ (am)
બહુ સમયે, તોય ભલે પધાર્યા !
પહેલાં એક એક કૃતી મુકાતી હતી –
લગ્નની અસર તો જુઓ, બબ્બે સાથે મુકાય છે !! (જીવનસાફલ્ય.)
સરસ રચનાઓ છે.
(ક્યારેક તમારા શહેરના મુશાયરાઓના અહેવાલો પણ આપતા રહો તો બહુ મજા પડશે. તમારા શહેરના ગઝલકારોનો પરીચય પણ આપવા જેવો છે હો, ભાઈ અમિત.
5.
વિવેક ટેલર | ઓક્ટોબર 13, 2008 પર 11:55 એ એમ (am)
Welcome back, my dear friend…
6.
Sudhir Patel | ઓક્ટોબર 14, 2008 પર 1:28 એ એમ (am)
Enjoyed gazal of Shri Amrut Ghayal.
Wish you all the best, Amitbhai.
Sudhir Patel.
7.
સુરેશ | ઓક્ટોબર 14, 2008 પર 3:20 પી એમ(pm)
મજા આવી ગઈ.
8.
preetam lakhlani | ઓક્ટોબર 17, 2008 પર 6:54 પી એમ(pm)
best Gazal of gujarati shahitay, after mariz and Ghayl very hard to find good gazalkar in my matru bhasha………..also I liked nirmesh hazal too,actually I enjoy his catoon more than kavita & gazal etc………
9.
Ramesh Patel | ઓક્ટોબર 23, 2008 પર 10:25 પી એમ(pm)
આમ તો મારગ બહુ સીધો હતો, માત્ર ફેરા લાખચોરાશી – ફરી –
જિન્દગીને ઠોકરો ખાવી હતી. જિન્દગી ને ઠોકરો ઠોકરો ! khavi હતી !
10.
Ramesh Patel | ઓક્ટોબર 23, 2008 પર 10:26 પી એમ(pm)
આમ તો મારગ બહુ સીધો હતો, માત્ર ફેરા લાખચોરાશી – ફરી –
જિન્દગીને ઠોકરો ખાવી હતી. જિન્દગી ને ઠોકરો ઠોકરો ! khavi હતી
Good gazal
Ramesh Patel(Aakashdeep) !
11.
P Shah | ડિસેમ્બર 16, 2008 પર 11:28 એ એમ (am)
very nice !