વંદન :: આદિલ મન્સૂરી

નવેમ્બર 16, 2008 at 5:10 પી એમ(pm) 9 comments

aadilsaheb11

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.

એને મળ્યા, છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

આવીને કોઇ સાદ દઇને જતું રહ્યું,
ખંડેર દિલમાં ગુંજતા પડઘા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.

draw1

આમ તો હરદમ હજૂરી હોય છે,
આપણાં મનમાં જ દૂરી હોય છે.

મૌનની સરહદ વટાવી જાવ તો,
શબ્દ સઘળા બિનજરૂરી હોય છે.

ને પછી ઊગે છે સૂરજ આંગણે,
પહેલાં તારી યાદ સ્ફુરી હોય છે.

ધોમધમખતા રણ વિશે ચિંતા ન કર,
રણની વચ્ચે પણ ખજૂરી હોય છે.

દૂર બેઠા યાદ આવે છે સતત,
પાન પણ કેવાં કપૂરી હોય છે.

એક પણ ઇચ્છા પૂરી ના થૈ શકી,
હર ગઝલ ‘આદિલ’ અધૂરી હોય છે.

aadilsaheb2

Entry filed under: ગઝલ.

નૂતન વર્ષાભિનંદન વિરાસત ફૂલની :: મીરા આસીફ.

9 ટિપ્પણીઓ Add your own

 • 1. chetu  |  નવેમ્બર 16, 2008 પર 9:01 પી એમ(pm)

  શ્રીઆદિલજી ની ખોટ કયારેય પૂરી નહી શકાય ..!

  જવાબ આપો
 • 2. ડૉ.મહેશ રાવલ  |  નવેમ્બર 16, 2008 પર 10:01 પી એમ(pm)

  અમિતભાઈ!
  આદિલસાહેબની સુંદર રચનાઓ વડે એમને યાદ કરવા સિવાય કંઈજ ન થઈ શકે આપણાથી….
  ઈશ્વર પણ ટકોરા મારી મારીને સારા કવિઓની મહેફિલ સજાવી રહ્યો છે સ્વર્ગમાં……જુઓને!
  મારા ખાસ્સા અંગતકવિઓને ઉઠાવી રહ્યો છે….મારી પાસેથી,
  અમૃત ઘાયલ,રુસ્વાસાહેબ,મનોજ ખંડેરિયા,રમેશ પારેખ,આદિલ મન્સૂરી……આ બધાએ પ્રસંગોપાત ઘણો સમય વિતાવ્યો છે મારી સાથે…
  મારી ગઝલો પર,આજેય એમના સહવાસની અસર રહી છે-પણ શું કરી શકીએ?

  જવાબ આપો
 • 3. Pinki  |  નવેમ્બર 17, 2008 પર 10:30 એ એમ (am)

  may his soul rest in peace !!

  sundar bhavanjali !!

  જવાબ આપો
 • 4. manvantpatel  |  નવેમ્બર 23, 2008 પર 4:47 એ એમ (am)

  ASSALAM VALEIKUM ! ADILJI ! AAPKI ROOHKO !

  જવાબ આપો
 • 5. manvantpatel  |  નવેમ્બર 23, 2008 પર 5:12 એ એમ (am)

  AMITBHAI !
  PLEASE BUY AND SEND ME THE BOOK:
  BHAGVAD -GUNBHANDAR BY SHREE RAMESH JOSHI
  FROM: PRAVIN PUSTAK BHANDAR RAJKOT..THANKS.

  જવાબ આપો
 • 6. dipankar naik  |  નવેમ્બર 23, 2008 પર 6:12 પી એમ(pm)

  વરસ્યા વિના જતી રહી શિર પરથી વાદળી,
  ‘આદિલ’, નજર ઉઠાવીને જોતા રહી ગયા.

  remarkably touching.may his soul rest in peace.

  જવાબ આપો
 • 7. Ajit Desai  |  નવેમ્બર 24, 2008 પર 11:15 પી એમ(pm)

  adil adhure nahi,
  adil purna he

  જવાબ આપો
 • 8. Dilip Gajjar  |  જાન્યુઆરી 26, 2009 પર 3:06 એ એમ (am)

  Ati dur jaine y aadil male chhe
  ati paas aavine aadil male chhe
  dilip gajjar

  જવાબ આપો
 • 9. Krutesh  |  એપ્રિલ 21, 2011 પર 4:28 પી એમ(pm)

  Dear Amit Uncle

  Thanks for sharing his famous gazal of Adil. I’ve copied lyrics of this gazal on my blog and posted the same in voice of Sadhna Sargam and music direction of Gaurang Vyas. I hope you don’t have any objection. If you have so, I’ll do needful.

  Thanks

  URL of Relevant Post : http://www.krutesh.info/2011/04/blog-post_21.html

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,434 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

%d bloggers like this: