વિરાસત ફૂલની :: મીરા આસીફ.

ડિસેમ્બર 1, 2008 at 1:27 પી એમ(pm) 6 comments

ગત મહિને અમો એ શબ્દલોકમાં 
ભાવનગરનાં કવિશ્રી મીરા આસિફ ને માણ્યાં હતાં…

ચિત્રમાં – જમણીબાજુથી શ્રી રાણીંગાસાહેબ, આમંત્રિતમહેમાન શ્રી મીરા આસિફ અને
શ્રી મકરાણી સાહેબ તથા રસિક શ્રોતાગણ…
1

કેમ સમજાવું નજાકત ફૂલની ?
યાદની મોસમ ઇનાયત ફૂલની !

એમને ઘેરી વળ્યાં કાંટા છતાં,
કેટલી મ્હેકેં વિરાસત ફૂલની !

સ્પર્શવાને વલવલે આઠે પ્રહર,
કેમ કરવી લે હિફાઝત ફૂલની ?

વાત મારી એજ આખર એજ છે,
કોઇના સમજે ઇબાદત ફૂલની !

રોજ જે અણસાર થઇ ખીલ્યા કરે,
એજ તો ગમતી કરામત ફૂલની !

આપણું મળવું હવે મુશ્કેલ છે,
ભીંત જેવી છે અદાવત ફૂલની !

આભાર…

21

Entry filed under: કવિતા, ગઝલ.

વંદન :: આદિલ મન્સૂરી ગઝલ બને :: આહમદ મકરાણી.

6 ટિપ્પણીઓ Add your own

 • 1. chetu  |  ડિસેમ્બર 1, 2008 પર 4:24 પી એમ(pm)

  રોજ જે અણસાર થઇ ખીલ્યા કરે,
  એજ તો ગમતી કરામત ફૂલની..
  સરસ …! અમિતભાઇ .. ચિરપરિચિત જગ્યા જોઇ ખુશી થઇ…

  જવાબ આપો
 • 2. pragnaju  |  ડિસેમ્બર 2, 2008 પર 1:52 એ એમ (am)

  સુંદર ગઝલનાં આ શેર્

  એમને ઘેરી વળ્યાં કાંટા છતાં,
  કેટલી મ્હેકેં વિરાસત ફૂલની !

  સ્પર્શવાને વલવલે આઠે પ્રહર,
  કેમ કરવી લે હિફાઝત ફૂલની ?

  ગમ્યા
  યાદ આવી

  ઓ ફૂલને નાજુક કહેનારા, કંઇ મારાં દુઃખોની રાખ ખબર,
  હું સ્મિત ફરકાવું છું – તો ચોટ હ્રદય પર લાગે છે.

  બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,
  ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.
  તેમનો આ શેર તો ગમતાની યાદીમાં છે!
  હું નદીને ચીતરું છું પ્યાસ પર,
  મન મહીં ગંગા ઊગે છે જોઈલે!

  જવાબ આપો
 • 3. manvantpatel  |  ડિસેમ્બર 7, 2008 પર 2:08 એ એમ (am)

  આપણું મળવું હજું મુશ્કેલ લાગે છે ભાઇ !

  જવાબ આપો
 • 4. sudhir patel  |  ડિસેમ્બર 7, 2008 પર 2:24 એ એમ (am)

  Thank you for posting nice ghazal of Mira Aasif, my dear friend from Bhavnagar.
  Sudhir Patel.

  જવાબ આપો
 • 5. ડૉ.મહેશ રાવલ  |  ડિસેમ્બર 7, 2008 પર 11:25 એ એમ (am)

  અમિતભાઈ!
  સુંદર કાર્યક્રમના આયોજન બદલ ‘શબ્દલોક’ને અભિનંદન
  એકવાર , ૩૧ ડિસે.ના મારો પણ એક કાર્યક્રમ યોજેલો શબ્દલોક સંસ્થાએ……
  અહેમદભાઈ,શિંગાળાસાહેબ,માલદેભાઈ વિ. ઘણા મીત્રોને મળવાનું થયેલું-ખૂબ મજા આવેલી અહેમદભાઈ વધુ કહેશે એ વિષે….મારી યાદી પાઠવજો….

  જવાબ આપો
 • 6. P Shah  |  ડિસેમ્બર 25, 2008 પર 3:10 પી એમ(pm)

  સુંદર ગઝલ !
  આસિફ સાહેબની અન્ય ગઝલો આપશો.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 281,520 અમીનજરું

દિવસવાર ટપાલ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: