યાદ નો સંગાથ :: આહમદ મકરાણી.
ડિસેમ્બર 21, 2008 at 8:04 પી એમ(pm) 3 comments
રંગ જોયો – રાગ જોયો ને મને ના ;
ફૂલ જોયાં, બાગ જોયો ને મને ના.
ઊંબરે ઊભો હતો વરસો લગી હું ;
રેખ જોઇ, હાથ જોયો ને મને ના.
ડાઘ લૈ કેવા અહીં ફરતો રહ્યો છું ;
વસ્ત્ર જોયા, ઘાટ જોયો ને મને ના.
જિંદગીભર ઝંખના કરતો રહ્યો છું ;
શ્વાસકેરો સાથ જોયો ને મને ના.
આ મિલનનો પણ અહીં ઉત્સાહ ક્યાં છે !
યાદનો સંગાથ જોયો ને મને ના.
1.
manvant | ડિસેમ્બર 27, 2008 પર 4:37 એ એમ (am)
vaah baapu !
2.
manvant | જાન્યુઆરી 25, 2009 પર 11:24 એ એમ (am)
where are you Bapu ?
3.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 2:01 પી એમ(pm)
સરસ છે……