બીજું શું ? :: ખલીલ ધનતેજવી

માર્ચ 1, 2009 at 8:32 પી એમ(pm) 4 comments

flowers1

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

માફ કરો, અંગૂઠો મારો નહિં આપું,
મારું માથુ કાપી લેજો બીજું શું ?

વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?

પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

આજે અમને દાદ ન આપો કાંઇ નહિ,
આજે અમને સાંખી લેજો બીજું શું ?

scan00011

Entry filed under: કવિતા, ગઝલ.

હાઇકુ :: પન્ના નાયક. યાદ :: નિનાદ અધ્યારુ

4 ટિપ્પણીઓ Add your own

  • 1. BHARAT SHAH  |  માર્ચ 26, 2009 પર 1:26 પી એમ(pm)

    The poetry is really verygood.

    જવાબ આપો
  • 2. 'ISHQ'PALANPURI  |  માર્ચ 31, 2009 પર 6:59 પી એમ(pm)

    સુંદરતાના પર્યાય સમી આપની આ ગઝલ ખૂબ ગમી
    એથી જ તો કહેવું પડે છે કે
    હદયપૂર્વક વખાણી લીધી બીજું શું
    મનભરી ને માણી લીધી બીજું શું

    જવાબ આપો
  • 3. Rekha patel  |  ઓગસ્ટ 28, 2012 પર 7:05 એ એમ (am)

    ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
    તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?
    Waah very nice blog.

    જવાબ આપો
  • 4. pari patel  |  જાન્યુઆરી 2, 2015 પર 2:03 પી એમ(pm)

    Waah very nice blog. Amazing…….

    જવાબ આપો

Leave a reply to pari patel જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,443 અમીનજરું

દિવસવાર ટપાલ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031