ગુમાવીને :: કિરણ ચૌહાણ
એપ્રિલ 19, 2009 at 3:13 પી એમ(pm) 6 comments
અહીં તો ભલભલા આવી ગયા બાંયો ચડાવીને,
પરંતુ કોણ લઇને જઇ શક્યું દરિયો ઉઠાવીને !
હજી થોડાંક દેવાલય બનાવી દ્યો, શું વાંધો છે ?
કે જેથી સૌ અહીં માગ્યાં કરે માથું નમાવીને !
હજી ઇશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.
ઘણાં આઘાત, આંસુ, દર્દની વચ્ચે ખુમારી છે,
હું તેથી રહી શકું છું મોજથી, સઘળું ગુમાવીને.
કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઇ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને.
ઘણું જીવે, છતાં પણ કોઇ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને…..
1.
P Shah | એપ્રિલ 20, 2009 પર 8:51 એ એમ (am)
હજી ઇશ્વરને પામી ના શક્યાનું એ જ કારણ છે,
બધાં અટકી ગયાં છે આંગળી ઊંચે બતાવીને.
સુંદર ગઝલ ! દિલથી માણી !
2.
RAMESH K. MEHTA | એપ્રિલ 20, 2009 પર 2:01 પી એમ(pm)
EXCELLENT, SUPERB AND KABILE TARIF.
3.
Sudhir Patel | એપ્રિલ 24, 2009 પર 10:07 પી એમ(pm)
Very nice Gazal! Enjoyed it.
Sudhir Patel.
4.
યશવંત ઠક્કર | મે 2, 2009 પર 9:29 પી એમ(pm)
મજા…મજા… મજાની ગઝલ. એમાંય આ શેર …
કદી અહેસાન ના લેવાનો મોટો ફાયદો છે આ,
ગમે ત્યાં જઇ શકાતું હોય છે મસ્તક ઉઠાવીને
માનવી પડે એવી વાત.
5.
sukhdevsinh | એપ્રિલ 15, 2010 પર 12:31 પી એમ(pm)
hello
khub saras rachana che
badha atki gaya che angdi unche batavine
line haqikat nu darshan karavi gai
abhinandan
6.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:54 પી એમ(pm)
Very nice Gazal! Enjoyed it. Thanks For sharing…..