મા :: જયન્ત પાઠક
મે 10, 2009 at 6:42 પી એમ(pm) 5 comments
ગાતાં ગાતાં
આંગણું લીંપે ને ગૂંપે
બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે
તે તો કોઇ બીજુંય હોય
પણ
ભીના ભીના લીંપણમાં
નાનકડી પગલી જોવાના કોડ કરે
તે તો મા જ.
રડે ત્યારે છાનું રાખે
હસે ત્યારે સામું હસે
છાતીએ ચાંપે
તે તો કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતાં
જેની આંખમાં ઝળઝળીયાં આવી જાય
તે તો મા જ.
નવરાવે ધોવરાવે
પહેરાવે ને પોઢાડે
આંખો આંજી આપે
તે તો કોઇ બીજુંય હોય –
પણ
કાન આગળ મેશનું ઝીણું ટપકું કરે
તે તો મા જ.
Entry filed under: કવિતા.
1.
preetam lakhlani | મે 11, 2009 પર 6:32 પી એમ(pm)
Hi Amit,
Beautiful Kavit………
2.
P Shah | મે 15, 2009 પર 9:25 એ એમ (am)
nice one !
ભગવાનનો ચહેરો શું માના ચહેરાથી અલગ હશે ?
3.
razia | મે 21, 2009 પર 3:11 પી એમ(pm)
“માઁ;” શબ્દ સાંભળી ને જ મારી આંખો ભરી જાય છે.આપની કવિતા ખુબ ગમી.
4.
paavanj | જૂન 13, 2009 પર 9:49 એ એમ (am)
Hi,
I note down your really very effective poem about “Mother” and will share it with other friends.
Health Fitness Care Tips | Kesar Mango
Thank You Very Much!!
5.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:53 પી એમ(pm)
“માઁ;” શબ્દ સાંભળી ને જ મારી આંખો ભરી જાય છે.આપની કવિતા ખુબ ગમી. સરસ છે.