સમય :: આહમદ મકરાણી

મે 17, 2009 at 5:55 pm 7 comments

Alone_Boy

જીવતરના   કાંગરે  ખરતો   સમય ;
ક્ષણતણી પોઠો વહી સરતો સમય.

બંધ  ચંદો  હોય  ભલે  ઘડિયાળનો ;
મોજથી   કાંટા   પરે   ફરતો   સમય.

ઓસબિંદુમાં      જરી       ઝિલાઇને ;
જિંદગીના  પુષ્પથી  ઝરતો  સમય.

જન્મ  ને  મૃત્યુતણાં  પગલાં  સુધી ;
પૂર્ણ મારી  આ  સફર  કરતો  સમય.

નામ   તેનો   નાશ  એ   કરતો  રહે ;
તોય  જુઓ  ના  કદી  મરતો  સમય.

Advertisements

Entry filed under: કવિતા, ગઝલ.

મા :: જયન્ત પાઠક રમેશ :: રમેશ પારેખ.

7 Comments Add your own

 • 1. bharat suchak  |  મે 18, 2009 at 2:20 pm

  bahu sunder

  Reply
 • 2. P Shah  |  મે 20, 2009 at 1:21 pm

  જીવતરના કાંગરે ખરતો સમય …..

  સરસ !

  Reply
 • 3. BHARAT SUCHAK  |  મે 24, 2009 at 5:31 pm

  mane me lakheli samay yad avi gai
  સમય
  સમય ને તુ સમજ સમયનુ મૂલ્ય તુ જાણી લે

  સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

  સમય ને આમ ન જવાદે સમયને સાચવી લે

  સમયે તક જે મલી તેને સમયસર જડપી લે,

  સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

  સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

  સમય જો સારો ન હોઇતો ધીરજ થી કામ લે,

  સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

  સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

  સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

  સમય ની વાત તુ ના કર,સમયથી કામતુ કર,

  ભરત સુચક

  Reply
 • 4. Gir National Park  |  June 3, 2009 at 3:19 pm

  After read this article,just want to say that “There are lots more things in the world are really very important like waters,relation etc.Same as those TIME is also,we never have to forget about it!!”

  Reply
 • 5. દિનકર ભટ્ટ  |  June 5, 2009 at 5:00 pm

  બંધ ચંદો હોય ભલે ઘડિયાળનો ;
  મોજથી કાંટા પરે ફરતો સમય.

  સુંદર-
  ખરે ખર સમય કોઇના માટે રોકાતો નથી,એટલે તો તેને કાલ-ચક્ર નામ આપ્યું છે.

  Reply
 • 6. Dilip Gajjar  |  June 8, 2009 at 10:34 pm

  ઓસબિંદુમાં જરી ઝિલાઇને ;
  જિંદગીના પુષ્પથી ઝરતો સમય.
  જન્મ ને મૃત્યુતણાં પગલાં સુધી ;
  પૂર્ણ મારી આ સફર કરતો સમય.
  Very nice gazal amit..

  Reply
 • 7. SARYU PARIKH  |  November 1, 2009 at 8:26 pm

  બધી લાઇનો સરસ છે, છેલ્લી બે ખાસ ધ્યાન ખેંચે છે.
  સરયૂ પરીખ
  http://www.saryu.wordpress.com

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 210,981 અમીનજરું

દિવસવાર ટપાલ

મે 2009
M T W T F S S
« Apr   Jun »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: