સમય :: આહમદ મકરાણી

મે 17, 2009 at 5:55 પી એમ(pm) 7 comments

Alone_Boy

જીવતરના   કાંગરે  ખરતો   સમય ;
ક્ષણતણી પોઠો વહી સરતો સમય.

બંધ  ચંદો  હોય  ભલે  ઘડિયાળનો ;
મોજથી   કાંટા   પરે   ફરતો   સમય.

ઓસબિંદુમાં      જરી       ઝિલાઇને ;
જિંદગીના  પુષ્પથી  ઝરતો  સમય.

જન્મ  ને  મૃત્યુતણાં  પગલાં  સુધી ;
પૂર્ણ મારી  આ  સફર  કરતો  સમય.

નામ   તેનો   નાશ  એ   કરતો  રહે ;
તોય  જુઓ  ના  કદી  મરતો  સમય.

Entry filed under: કવિતા, ગઝલ.

મા :: જયન્ત પાઠક રમેશ :: રમેશ પારેખ.

7 ટિપ્પણીઓ Add your own

  • 1. bharat suchak  |  મે 18, 2009 પર 2:20 પી એમ(pm)

    bahu sunder

    જવાબ આપો
  • 2. P Shah  |  મે 20, 2009 પર 1:21 પી એમ(pm)

    જીવતરના કાંગરે ખરતો સમય …..

    સરસ !

    જવાબ આપો
  • 3. BHARAT SUCHAK  |  મે 24, 2009 પર 5:31 પી એમ(pm)

    mane me lakheli samay yad avi gai
    સમય
    સમય ને તુ સમજ સમયનુ મૂલ્ય તુ જાણી લે

    સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,

    સમય ને આમ ન જવાદે સમયને સાચવી લે

    સમયે તક જે મલી તેને સમયસર જડપી લે,

    સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,

    સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,

    સમય જો સારો ન હોઇતો ધીરજ થી કામ લે,

    સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,

    સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,

    સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,

    સમય ની વાત તુ ના કર,સમયથી કામતુ કર,

    ભરત સુચક

    જવાબ આપો
  • 4. Gir National Park  |  જૂન 3, 2009 પર 3:19 પી એમ(pm)

    After read this article,just want to say that “There are lots more things in the world are really very important like waters,relation etc.Same as those TIME is also,we never have to forget about it!!”

    જવાબ આપો
  • 5. દિનકર ભટ્ટ  |  જૂન 5, 2009 પર 5:00 પી એમ(pm)

    બંધ ચંદો હોય ભલે ઘડિયાળનો ;
    મોજથી કાંટા પરે ફરતો સમય.

    સુંદર-
    ખરે ખર સમય કોઇના માટે રોકાતો નથી,એટલે તો તેને કાલ-ચક્ર નામ આપ્યું છે.

    જવાબ આપો
  • 6. Dilip Gajjar  |  જૂન 8, 2009 પર 10:34 પી એમ(pm)

    ઓસબિંદુમાં જરી ઝિલાઇને ;
    જિંદગીના પુષ્પથી ઝરતો સમય.
    જન્મ ને મૃત્યુતણાં પગલાં સુધી ;
    પૂર્ણ મારી આ સફર કરતો સમય.
    Very nice gazal amit..

    જવાબ આપો
  • 7. SARYU PARIKH  |  નવેમ્બર 1, 2009 પર 8:26 પી એમ(pm)

    બધી લાઇનો સરસ છે, છેલ્લી બે ખાસ ધ્યાન ખેંચે છે.
    સરયૂ પરીખ
    http://www.saryu.wordpress.com

    જવાબ આપો

Leave a reply to Dilip Gajjar જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,594 અમીનજરું

દિવસવાર ટપાલ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031