રમેશ :: રમેશ પારેખ.
જૂન 14, 2009 at 7:16 પી એમ(pm) 8 comments
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતાં નથી રમેશના રસ્તા રમેશમાં.
ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે,
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં.
ખોદો તો દટાયેલું કોઇ શહેર નીકળે,
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં.
અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશનાં છે ધુમાડા રમેશમાં.
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં.
ફરતું હશે કોઇક વસંતી હવાની જેમ,
આજે ઝૂલે છે એકલાં જાળાં રમેશમાં.
ઇશ્વર, આ તારી પીળી બુલંદીની શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં.
જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.
Entry filed under: કવિતા.
1.
પંચમ શુક્લ | જૂન 15, 2009 પર 2:54 પી એમ(pm)
વાહ ર. પા. વાહ…
2.
preetam lakhlani | જૂન 15, 2009 પર 11:28 પી એમ(pm)
How can I forfet Dear Let Kavi Ramesh parekh gret KAVITA…
This is great and beautiful GAZAL…..Thanks Dear Amit
3.
DR. CHANDRAVADAN MISTRY | જૂન 16, 2009 પર 7:01 પી એમ(pm)
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં,
મળતાં નથી રમેશના રસ્તા રમેશમાં…….
I had read this Post copy/pasted 2 lines & posted my comment but I do mot see it…may be not recorded OR deleted…
Nice one by Rameshbhai !
Inviting you…& all readers to my Blog Chandrapukar !
http://www.chandrapukar.worpress.com
4.
P Shah | જૂન 17, 2009 પર 4:19 પી એમ(pm)
…..ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.
સુંદર રચના !
5.
'ISHQ'PALANPURI | જૂન 21, 2009 પર 9:29 એ એમ (am)
saras !
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં
pls read one poem abt ra.pa
http://sspbk.wordpress.com/2009/03/09/ramesh-parekh-hovano-mane-vahem-che/
6.
Ramesh Patel | જૂન 28, 2009 પર 3:48 એ એમ (am)
રમેશ છે રમેશમાં.
ઇશ્વર, આ તારી બુલંદીની શું થશે ?
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે,
The great R.Parekh….but you are
Everywhere
Thanks for sharing this poem
Ramesh Patel(Aakashdeep)
7.
Mayur | જૂન 29, 2009 પર 9:45 એ એમ (am)
અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે,
અર્ધા રમેશનાં છે ધુમાડા રમેશમાં.
khub j saras line
Ramesh Parkekh ni majedaar rachanaa
visit my blog
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
8.
sudhir patel | જુલાઇ 13, 2009 પર 12:53 એ એમ (am)
Very nice gazal from Ramesh Parekh. Enjoyed once again.
Sudhir Patel.