સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
જુલાઇ 12, 2009 at 4:48 પી એમ(pm) 7 comments
અજવાળું પણ નથી અને અંધાર પણ નથી,
સંન્યાસ પણ નથી અને સંસાર પણ નથી.
કૈં પણ નથી અસાર, કશો સાર પણ નથી,
ઇચ્છાના કેન્દ્રમાંય નથી બહાર પણ નથી.
શબ્દો વગરનું સુઝી રહ્યું છે બધેબધું,
સમજી શકું હું એવો સમજદાર પણ નથી.
સાબિત કરું તો કઇ રીતે ? કેવળ છે પ્રતીતિ,
આધાર પણ નથી, હું નિરાધાર પણ નથી.
શું જાગવું ? શું સુવું ? અજબ સંધ્યાકાળ આ,
કે કોઇ પણ તરફનો તરફદાર પણ નથી.
ચાલી રહી છે જોશમાં તૈયારીઓ સતત,
મન છે કે કશું માનવા તૈયાર પણ નથી.
Entry filed under: Uncategorized.
1.
sudhir patel | જુલાઇ 13, 2009 પર 12:54 એ એમ (am)
Enjoyed very good Gazal of ‘Miskeen’!
Sudhir Patel.
2.
પંચમ શુક્લ | જુલાઇ 13, 2009 પર 3:17 પી એમ(pm)
તરત ગમી જાય એવી ગઝલ.
3.
manvant patel | જુલાઇ 14, 2009 પર 11:16 પી એમ(pm)
saras majanu geet !
4.
Chirag Panchal | સપ્ટેમ્બર 2, 2009 પર 4:27 પી એમ(pm)
I can’t find any word to say….
Its Beautifulllllllllllllllll ..
5.
zapada parbat | જૂન 26, 2011 પર 1:09 પી એમ(pm)
khub khub saras vanchine anand thayo
6. » સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ » GujaratiLinks.com | ઓક્ટોબર 8, 2011 પર 12:02 પી એમ(pm)
[…] અમીઝરણું… […]
7.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:51 પી એમ(pm)
તરત ગમી જાય એવી ગઝલ છે…….