પ્રેમમાં તો એવું યે થાય છે :: તુષાર શુક્લ
જુલાઇ 26, 2009 at 7:04 પી એમ(pm) 4 comments
પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું , ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઇ ગાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઇ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઇ ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
ઓરડાની એકલતા
થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઇ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો
સંગાથ હો
તો રુંવાડે આગ કોઇ જાગે
ત્યારે અંદર હેમંત ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે ,
મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
Entry filed under: કવિતા.
1.
DR. CHANDRAVADAN MISTRY | જુલાઇ 28, 2009 પર 6:45 એ એમ (am)
મોસમ બદલાય ભલે ,
મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે…..Nice Rachana & what a nice Ending !
Inviting you to my Blog Chandrapukar…Please do visit ! Chandrvadan ( Chandrapukar )
2.
manvant patel | જુલાઇ 31, 2009 પર 8:10 એ એમ (am)
svaanubhav !
Self experience…..
3.
vrinda | ઓક્ટોબર 22, 2009 પર 1:53 પી એમ(pm)
such poems should be composed and sung
4. » પ્રેમમાં તો એવું યે થાય છે :: તુષાર શુક્લ » GujaratiLinks.com | સપ્ટેમ્બર 23, 2011 પર 10:50 એ એમ (am)
[…] અમીઝરણું… […]