Archive for ઓગસ્ટ, 2009
જય શ્રી કૃષ્ણ…
મીરાં
પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની રે.
જળ જમુનાનાં ભરવા ગ્યા’તાં, હતી ગાગર માથે હેમની રે.
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.
ગોકુલ વહેલા પધારજો – નરસિંહ મહેતા
ગોકુલ વહેલા પધારજો રે ;
મથુરા જાવ તો મારા સમ હો લાલ. ગોકુલ…
રથ જોડીને અક્રૂર આવિયા રે ;
એ તો મને દુખડાંના દેનાર હો લાલ. ગોકુલ…
ઓ જાય, ઓ જાય, રથ મારા નાથનો રે ;
માંહે બેઠા હળધર વીર હો લાલ. ગોકુલ…
આગળ રાધાજી ઊભાં રહ્યાં રે ;
માર હ્રદિયા પર રથ ખેડ હો લાલ. ગોકુલ…
મહેતા નરસિંહનો સ્વામી શામળો રે ;
વહાલે મારે રમાડ્યા છે રાસ હો લાલ. ગોકુલ…
શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ…
જય શ્રી કૃષ્ણ…
મિત્રોના પ્રતિભાવ