જય શ્રી કૃષ્ણ…
ઓગસ્ટ 14, 2009 at 9:24 એ એમ (am) 7 comments
મીરાં
પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની રે.
જળ જમુનાનાં ભરવા ગ્યા’તાં, હતી ગાગર માથે હેમની રે.
કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે.
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે.
ગોકુલ વહેલા પધારજો – નરસિંહ મહેતા
ગોકુલ વહેલા પધારજો રે ;
મથુરા જાવ તો મારા સમ હો લાલ. ગોકુલ…
રથ જોડીને અક્રૂર આવિયા રે ;
એ તો મને દુખડાંના દેનાર હો લાલ. ગોકુલ…
ઓ જાય, ઓ જાય, રથ મારા નાથનો રે ;
માંહે બેઠા હળધર વીર હો લાલ. ગોકુલ…
આગળ રાધાજી ઊભાં રહ્યાં રે ;
માર હ્રદિયા પર રથ ખેડ હો લાલ. ગોકુલ…
મહેતા નરસિંહનો સ્વામી શામળો રે ;
વહાલે મારે રમાડ્યા છે રાસ હો લાલ. ગોકુલ…
શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની સૌને હાર્દિક શુભેચ્છાઓ…
જય શ્રી કૃષ્ણ…
Entry filed under: કવિતા, ભજન - આરતી.
1.
shivshiva | ઓગસ્ટ 14, 2009 પર 3:58 પી એમ(pm)
Both bhajans are very popular and very good. I like them all.
2.
Pinki | ઓગસ્ટ 14, 2009 પર 5:02 પી એમ(pm)
saras … maja avi !
જય શ્રી કૃષ્ણ.
3.
ઊર્મિ | ઓગસ્ટ 18, 2009 પર 3:22 એ એમ (am)
જન્માષ્ટમીની મોડી મોડી પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
બહુ વખતે દેખા દીધી નાનકાજી… તારે કમ સે કમ અઠવાડિયે એકવાર તો અહીં હાજરી પુરાવી જ જવી જોઈએ હોં અમિત… 🙂
4.
Pushtivaishnav | ઓગસ્ટ 18, 2009 પર 8:26 એ એમ (am)
great one thanks for that post.
5. જય શ્રી કૃષ્ણ… | | GujaratiLinks.comGujaratiLinks.com | સપ્ટેમ્બર 15, 2011 પર 10:47 એ એમ (am)
[…] અમીઝરણું… […]
6.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:55 પી એમ(pm)
saras … maja avi ……
7.
Gujju Tech | સપ્ટેમ્બર 29, 2018 પર 3:19 પી એમ(pm)
પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી જાણો
http://bit.ly/2Qgjkru