Archive for સપ્ટેમ્બર 6, 2009

ફકીર જેમ :: ગોવિંદ ગઢવી ‘સ્મિત’

worship

ના તો અમીર જેમ કે ના તો ફકીર જેમ
મારું લખાણું ભાગ્ય છે જળમાં લકીર જેમ

આવે, અડે, ઉડે ને પછી ક્યાંક જઇ ચડે
આ આયખું છે આપણું વાતા સમીર જેમ

માન્યું હતું કે ઉંઘથી આરામ થઇ જશે
સ્વપનાઓ હારબંધ છૂટ્યા તાતા તીર જેમ

આંસુના એક ટીપે આ દરિયો બની ગયો
જોતા રહ્યાં આ વાદળા મૂંગા બધિર જેમ

ક્યારેક તો એ તાણા વાણા હાથ લાગશે
ચાદર વણી શકાય પછીથી કબીર જેમ.

સપ્ટેમ્બર 6, 2009 at 6:38 પી એમ(pm) 7 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930