ફકીર જેમ :: ગોવિંદ ગઢવી ‘સ્મિત’
સપ્ટેમ્બર 6, 2009 at 6:38 પી એમ(pm) 7 comments
ના તો અમીર જેમ કે ના તો ફકીર જેમ
મારું લખાણું ભાગ્ય છે જળમાં લકીર જેમ
આવે, અડે, ઉડે ને પછી ક્યાંક જઇ ચડે
આ આયખું છે આપણું વાતા સમીર જેમ
માન્યું હતું કે ઉંઘથી આરામ થઇ જશે
સ્વપનાઓ હારબંધ છૂટ્યા તાતા તીર જેમ
આંસુના એક ટીપે આ દરિયો બની ગયો
જોતા રહ્યાં આ વાદળા મૂંગા બધિર જેમ
ક્યારેક તો એ તાણા વાણા હાથ લાગશે
ચાદર વણી શકાય પછીથી કબીર જેમ.
Entry filed under: Uncategorized.
1.
કુણાલ | સપ્ટેમ્બર 7, 2009 પર 10:45 એ એમ (am)
wonderful gazal …
આવે, અડે, ઉડે ને પછી ક્યાંક જઇ ચડે
આ આયખું છે આપણું વાતા સમીર જેમ
આંસુના એક ટીપે આ દરિયો બની ગયો
જોતા રહ્યાં આ વાદળા મૂંગા બધિર જેમ
ક્યારેક તો એ તાણા વાણા હાથ લાગશે
ચાદર વણી શકાય પછીથી કબીર જેમ
aa 3 ash’aar khaas gamya.. aakhri sher khub j sundar…
2.
sudhir patel | સપ્ટેમ્બર 12, 2009 પર 8:18 એ એમ (am)
Enjoyed very nice Gazal from Govind Gadhavi!
Sudhir Patel.
3.
devikadhruva | સપ્ટેમ્બર 25, 2009 પર 7:08 પી એમ(pm)
આંસુના એક ટીપે આ દરિયો બની ગયો
જોતા રહ્યાં આ વાદળા મૂંગા બધિર જેમ..
વાહ…
4.
sukhdevsinh | એપ્રિલ 15, 2010 પર 12:24 પી એમ(pm)
hu jambuda ma rahu chu ane 1st time me tamari rachna vanchi.
anand thayo. jambuda lok kavi LAKHA BHAI GADHVI nu gaam tarike pankayu chhe mane kavyo no ati shokh chhe
aabhar
aavi j vichar vyakti karta raho
khub khub abhi nandan
#9099754526
5.
Kirit Dave Kmdave | ફેબ્રુવારી 28, 2012 પર 3:11 પી એમ(pm)
me also from jambuda
6. ફકીર જેમ :: ગોવિંદ ગઢવી ‘સ્મિત’ | | GujaratiLinks.comGujaratiLinks.com | સપ્ટેમ્બર 6, 2011 પર 2:51 એ એમ (am)
[…] અમીઝરણું… […]
7.
Gujju Tech | સપ્ટેમ્બર 29, 2018 પર 3:19 પી એમ(pm)
પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી જાણો
http://bit.ly/2Qgjkru