નીરખું લાલાને
ઓક્ટોબર 25, 2009 at 5:38 પી એમ(pm) 4 comments
સંધ્યાવેળાએ નીરખું વાલાને
આરતી વેળાએ નીરખું વાલાને
મોરમનોહર વાંસલડી સાથે ધીમે સાદે ગા’તા આવે નંદજીના લાલ
ગોવાળિયાની મંડલીમાં વા’લાજીનો સાથ… સંધ્યા વેળાએ…
મોર મુકુટ ને કાને કુંડળ સાર
ગળામાં સોહે ગુંજા કેશ હાર… સંધ્યા વેળાએ…
ગૌધન ચરાવી ગોવિંદ આવ્યા ઘેર
લુણ ઉતારે પ્રભુજીની સુભદ્રાજી બેન… સંધ્યા વેળાએ…
ગૌધન ચરાવી ગોવિંદ આવ્યા ગોવાળિયાની સાથ
આરતી ઉતારે પ્રભુજીની યશોદાજી માત… સંધ્યા વેળાએ…
કેશરિયાળા સોહે, પ્રભુજીના કેશ
કૃષ્ણદાસનો સ્વામી વા’લો નટવર વેશ. . . સંધ્યા વેળાએ. . .
સૌ મિત્રોને વિક્રમ સંવત ૨૦૬૬ નાં નૂતન વર્ષાભિનંદન.
જય શ્રી કૃષ્ણ…
Entry filed under: ભજન - આરતી, મારા વિચારો, લોકગીત - દુહા.
1. નીરખું લાલાને | | GujaratiLinks.comGujaratiLinks.com | જુલાઇ 4, 2011 પર 6:49 પી એમ(pm)
[…] અમીઝરણું… […]
2.
ankitsadariya | માર્ચ 28, 2013 પર 9:57 એ એમ (am)
સરસ છે
3.
pari patel | જાન્યુઆરી 2, 2015 પર 1:41 પી એમ(pm)
સરસ છે.
4.
Gujju Tech | સપ્ટેમ્બર 29, 2018 પર 3:19 પી એમ(pm)
પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી જાણો
http://bit.ly/2Qgjkru