Posts filed under ‘સમાચાર’

તું લખ ગઝલ :: આહમદ મકરાણી

scan0001

વેદ ને કુરાનની વાતો પછી –
જાત જો સમજાય તો તું લખ ગઝલ…

શ્રી આહમદ મકરાણી સાહેબના ચોથા ગઝલ સંગ્રહ “તું લખ ગઝલ” નું વિમોચન
તા. 10-1-2009 નાં રોજ , ઉપલેટા ખાતે યોજાઇ ગયુ…

શ્રી ગોવિંદ ગઢવી ‘સ્મિત’ ,તેઓશ્રીએ મુશાયરાનો દોર બહુ સરસ રીતે સંભાર્યો હતો…

મુશાયરાના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ નાણાવટી સાહેબે કહ્યુ કે ગુજરાતી ગઝલનાં
ઇતિહાસમાંથી ફક્ત 10 શેર ચુંટવાના થાય તો ….. શ્રી મકરાણી સાહેબનો આ શેર
તેમાં અચુક સ્થાન પ્રાપ્ત કરે…

અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…

આ પ્રસંગે આવેલ મહેમાનો માં શ્રી પ્રફુલ્લ નાણાંવટી, શ્રી ગોવિંદ ગઢવી,
શ્રી દેવેન શાહ, શ્રી અંજુમ ઉઝયાન્વી, શ્રી ઉર્વીશ વસાવડા, તથા
શ્રી મીરા આસિફ, સૌએ પોતપોતાની હ્રદયાકૃતિઓથી
રસિક શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા…

અહીંના એટલે કે ઉપલેટાનાં શબ્દલોકનાં સ્થાનિક કવિઓએ પણ મુશાયરામાં બહુ જ
સુંદર રંગ જમાવ્યો હતો…

શ્રી મકરાણી સાહેબ ના નૂતન ગઝલ સંગ્રહમાંથી હાલો હવે માણીએ

એક સુંદર રચના…

લટથી…

amit-face1

નજરને હટાવી લીધી એ તરફથી ;
અહીં આંગળાં દાઝવાનાં બરફથી.

પછી જંગલે એક અફવા ઊડી છે ;
મદારી જ પોતે ડરે છે સરપથી.

નહીંતર આ સહરા તપે આટલું ના ;
તપી એ ગયો છે સદા કૈસ-તપથી.

રહે આંગળાં એમ ફરતાં ભલેને ;
ન પકડાય ક્યારેય એ માત્ર જપથી.

ન તલવારનો ખપ, ન ખંજર ખપે છે ;
ઘણાં દિલ હણાતાં અહીં એક લટથી…

જાન્યુઆરી 25, 2009 at 8:10 પી એમ(pm) 19 comments

નૂતન વર્ષાભિનંદન

સર્વે મિત્રોને…

દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ…

નૂતન વર્ષાભિનંદન…

સાલ મુબારક…

 

અમિત પિસાવાડિયા…

ઓક્ટોબર 28, 2008 at 10:04 પી એમ(pm) 8 comments

શ્રી ભગવતસિંહજી…
શ્રી ભગવતસિંહજીની જન્મતિથિ નિમિતે…
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત ::

ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,

નંદનવન અણમોલ –

વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,

ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.

સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,

નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.

કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,

કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.

રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,

પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.

 

શ્રી ભગવતસિંહજી (ગોંડલબાપુ) ના પરિચય માટે અહીં ક્લીક કરો…

ઓક્ટોબર 24, 2008 at 9:12 એ એમ (am) 6 comments

નવરાત્રી


શક્તિનુ પર્વ
એટલે નોરતા ( નવરાત્રી ) …

અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…


એ હાલો … રાસ-ગરબા ની રમઝટ માંણીએ…

Click here…

 

 

ઓક્ટોબર 1, 2008 at 1:23 પી એમ(pm) 4 comments

જય શ્રી કૃષ્ણ…


સર્વે મિત્રો ને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ( જન્માષ્ટમી ) ની ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ…

જન્માષ્ટમી પછી ફરી મળીશુ ત્યાં સુધી મેળા ને મીઠાઇ ની મજા માણો બાપુ…

લ્યો હાલો તય…


જય શ્રી કૃષ્ણ…

ઓગસ્ટ 22, 2008 at 9:32 એ એમ (am) 2 comments

કે.કા. શાસ્ત્રી

શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ( કે.કા. શાસ્ત્રી) 28-07-1905 :: 09-09-2006

ગુજરાતી અને સંસ્કૃત ના વિદ્વાન એવા શ્રી કે.કા. શાસ્ત્રી ના અવસાન થી ગુજરાતી સાહિત્ય એ એક અમુલ્ય રત્ન ગુમાવ્યુ છે. વિશ્વ હિંદુ પરિષદ ના સ્થાપક સભ્ય મા ના એક.

ઇશ્વર તેમના આત્મા ને શાંતિ અને સદગતિ આપે.

સમર્થ વિદ્વાનની વિદાય : મોરારી બાપુ
ગુજરાતે ઋષિપુરુષ ગુમાવ્યા : અશોક સિંઘલ

સાહિત્યકાર પ્રકાંડ પંડિત મહામહિમમોપાધ્યાય પદ્મશ્રી કે.કા. શાસ્ત્રી ને વંદન.

સપ્ટેમ્બર 10, 2006 at 1:50 પી એમ(pm) 2 comments

એક હતો રેઇનકોટ – બકુલ ત્રિપાઠી. ( 27-11-1928 )

પ્રખ્યાત હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના હીરલાસમ્ શ્રી બકુલ ત્રિપાઠી આજે આપણી વચ્ચે નથી. તેમનુ હાર્ટ એટેક થી દુઃખદ અવસાન થયુ છે. ઇશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ તથા સદગતી અર્પે અને તેમના પરિવાર- જનોને આ આઘાત સહન કરવાને શક્તિ આપે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કાજ અહીં તેમની એક કવિતા.

એક  હતો  રેઇનકોટ
ને  આપણે  બે !
પછી  એક  ટીપું  પછી  સહેજ  ઝરમર
પછી  મન  મૂકી
વરસી  પડ્યો  મેહ.

તું  જ  ઓઢને  !
‘તારે  જ  ઓઢવો  પડશે’  એવો
હુકમ  કીધો  આ  જહાંપનાહે  ને
બદતમીજીની  હદ  આવી  ગઇ.
‘હું  નહીં  તમે  જ  ઓઢો’  એવી
હઠ  લીધી  તે  નૂરજહાંએ.

હું  નહીં  હું  નહીં  કરતાં  આપણે
કેટલું  નાહ્યાં  !  કેટલું  નાહ્યાં !
યાદ  છે  તને  ?

સારું  થયું  ને  ?  કે…..
બે  હતાં  આપણે
ને  રેઇનકોટ  એક  !

ઓગસ્ટ 31, 2006 at 11:30 પી એમ(pm) 9 comments

હેમુ ગઢવી.

મિત્રો ,

ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.

હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…

સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,, 
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા……આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

કાન તારી મોરલીયે મોહીને………..આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.

ઓગસ્ટ 20, 2006 at 6:55 એ એમ (am) 9 comments

નવું સ્વરૂપ

આજે અમીઝરણાને નવું સ્વરૂપ મળ્યું છે.

જુલાઇ 16, 2006 at 9:59 એ એમ (am) 6 comments


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 280,424 અમીનજરું

દિવસવાર ટપાલ

નવેમ્બર 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930