શબ્દ :: આહમદ મકરાણી
સપ્ટેમ્બર 22, 2008 at 10:09 પી એમ(pm) 6 comments
શબ્દ, તારી ફૂંકથી દીવા બળે ;
શબ્દ, તારા મૌનના પડઘા પડે.
શબ્દ, બત્રી’લક્ષણો તું રાજવી –
મૌન – પાતાળો ફૂટી પાણી મળે.
શબ્દ ઊગે આથમે ના આભમાં ;
શબ્દ પેલી પાર જઇને વિસ્તરે,
શબ્દ જેવું કોણ નિર્લેપી હશે ?
સાવ કોરો સાગરેથી નીકળે.
શબ્દ જાણે ઓલિયાની છે કબર ;
જાવ શ્રધ્ધાથી પછી પથ્થર તરે.
શ્રી મકરાણી સાહેબના પરિચય માટે અહીં કલીક કરો…
Entry filed under: ગઝલ.
1.
pragnaju | સપ્ટેમ્બર 23, 2008 પર 7:42 પી એમ(pm)
સરસ
શબ્દ, બત્રી’લક્ષણો તું રાજવી –
મૌન – પાતાળો ફૂટી પાણી મળે.
શબ્દ બ્રહ્મ
અને તેનો અભાવ તે મૌન
તે જ સત્ય!~
2.
naimisar | સપ્ટેમ્બર 24, 2008 પર 5:02 એ એમ (am)
સરસ
3.
razia | સપ્ટેમ્બર 24, 2008 પર 4:43 પી એમ(pm)
શબ્દ જાણે ઓલિયાની છે કબર ;
જાવ શ્રધ્ધાથી પછી પથ્થર તરે.
થોડા માં ઘણું કહી દીધું. અભિનંદન
4.
sudhir patel | સપ્ટેમ્બર 26, 2008 પર 6:14 એ એમ (am)
Very nice gazal.
Sudhir Patel.
5.
jayesh upadhyaya | સપ્ટેમ્બર 27, 2008 પર 3:01 પી એમ(pm)
શબ્દ જેવું કોણ નિર્લેપી હશે ?
સાવ કોરો સાગરેથી નીકળે.
સરસ વાત સરસ શેર્
6.
shivshiva | સપ્ટેમ્બર 28, 2008 પર 3:20 પી એમ(pm)
શબ્દ ઊગે આથમે ના આભમાં ;
શબ્દ પેલી પાર જઇને વિસ્તરે,
વાહ! શબ્દ