હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે
સપ્ટેમ્બર 25, 2006 at 10:27 પી એમ(pm) 4 comments
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.
હે ચોળી ચટકદાર, કેડે કંદોરો,
કાંબીને કડલા ડોકે હીર નો રે દોરો.
હે તારો ઘુઘરીયાળો ઘાઘરો….. ઘેરદાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે મળતાં રે વેંત તે’તો, કામણ કીધું,
દલડું દીધુ ને દલડું લીધું.
હે મુને કાળજે કટાર લાગી….. આરપાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે માનો મોરી વાત ગોરી, ઘૂમટો ના ઢાળો
હૈયુ ભરી જોવાદો આંખડીનો ચાળો.
હે તારી પાંપણ નો પલકારો….. પાણીદાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે જોબન રણકો મારા જાંજર ના તાલમાં
જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલ માં
હે એમાં પ્રીત કેરો રંગ મારો….. ભારોભાર છે…..
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે.
હે લેજો રસીયા રે, રૂમાલ મારો રંગદાર છે,
ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે.
ફિલ્મ : નવરંગ ચુંદડી.
Entry filed under: રાસ-ગરબા.
1.
manvant | સપ્ટેમ્બર 26, 2006 પર 1:39 એ એમ (am)
ચોળી……..ચટકદાર લખાવું જરૂરી જણાયું. ગીત સુન્દર છે. આભાર !
2.
shivshiva | સપ્ટેમ્બર 26, 2006 પર 1:05 પી એમ(pm)
અમીત
હવે તો ઘણી પોકાર આવી ગઈ કોઈક તો પસંદ કરો?
3.
વષાઁ | જૂન 30, 2021 પર 1:15 પી એમ(pm)
ખુબજ સરસ.. ગીત માં છેલ્લાં એક દોહો ગવાય છે, તે લખી આપસો
4.
અલ્પેશ વાઘેલા | સપ્ટેમ્બર 28, 2021 પર 9:24 એ એમ (am)
ખુબજ સરસ.. ગીત માં છેલ્લાં એક દોહો ગવાય છે, તે લખી આપસો