નામ :: અંકિત ત્રિવેદી
July 13, 2008
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.
Entry Filed under: કવિતા. .
5 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
pragnaju | July 14, 2008 at 6:02 pm
સુંદર કાવ્ય
આ પંક્તીઓ ખૂબ ગમી
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
આ મધુરી ગાયકીમાં હોય તો!
2.
Neela | July 15, 2008 at 9:01 am
good poem
મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય
good lines
3.
jayeshupadhyaya | July 18, 2008 at 4:34 pm
સરસ કવીતા
4.
RAHUL MODI | August 24, 2008 at 11:04 am
lovely, fantastic.
5.
pramod | September 18, 2008 at 5:14 pm
ઓચિંતું ક્યારેક
ઓચિંતું ક્યારેક જે આપણને હસાવી શકે.
ઓચિંતું ક્યારેક જે આપણને અપનાવી શકે.
ઓચિંતું ક્યારેક જે આપણને સુખમાં છકી જવા ન દે.
ઓચિંતું ક્યારેક જે આપણને આપણા દુ:ખમાં હારવા ન દે.
એજ ક્ષણ………. કે આમ થાય અને આવું જ થાય.
એજ ખરા મિત્ર
pramod