કેમ છે ? :: ધ્રુવ ભટ્ટ
જુલાઇ 20, 2008 at 7:21 પી એમ(pm) 9 comments
ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે,
અને ઉપરથી કુદરતની રહેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી.
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે.
Entry filed under: કવિતા.
1.
pragnaju | જુલાઇ 22, 2008 પર 12:21 એ એમ (am)
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે.
આ પંક્તી ગમી
યાદ આવ્યું
“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”
2.
jayeshupadhyaya | જુલાઇ 22, 2008 પર 12:10 પી એમ(pm)
સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે
અને ઉપરથી કુદરતની રહેમ છે.
સરસ પંક્તી
3.
Neela | સપ્ટેમ્બર 14, 2008 પર 12:48 પી એમ(pm)
ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
જો કાવ્યની શરુઆત સરસ હોય તો આગળ વાંચવાની મઝા આવે તેવી રીતે આ કાવ્યની શરુઆત સુંદર છે તો વાંચવાની મઝા આવી ગઈ.
4.
dineshjk | ઓક્ટોબર 23, 2008 પર 6:11 પી એમ(pm)
ઓચિંતુ કોઇક પુછે તો પણ જવાબ તો એકજ…. સારું છે… કે પછી…. એય ને લીલાલહેર ને કાળી બળતરા…… જો કે, ધ્રુવભાઇને તો મળીએ ત્યારે તે કવિતામાં જે કહે છે તે જ જવાબ મળે….
5.
ઉત્તમ મેવદડા | સપ્ટેમ્બર 21, 2010 પર 3:43 પી એમ(pm)
ધ્રુવ ભાઇ નુ લ્ખાણ ખુબ જ સંવેદન શીલ હોય છે : ઉત્તમ ( મારું નામ છે; ઉત્તમ મેવાડા )
6.
ઓચિંતું કોઇ મને રસ્તે મળે – ધ્રુવ ભટ્ટ | "મધુવન" | જૂન 22, 2011 પર 11:35 એ એમ (am)
[…] છે, અને ઉપરથી કુદરતની રહેમ છે. સૌજન્ય: અમીઝરણું This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]
7.
BRIJESH BARASARA | ફેબ્રુવારી 20, 2013 પર 10:40 એ એમ (am)
aa kavita yo mari priya 6 and aa kavita maru balpan yad karavi de 6 “ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ” aa mari priya pankti 6
8.
amitpisavadiya | ફેબ્રુવારી 20, 2013 પર 9:09 પી એમ(pm)
thank you for your kind words at amizaranu…
amit pisavadiya
9.
brijesh barasara | ઓગસ્ટ 16, 2013 પર 7:16 પી એમ(pm)
jetki var aa kavya ne ratu 6u tetli var kai k navu melvu 6u