અંતરિયાળ :: લાલજી કાનપરિયા.
જૂન 22, 2008 at 6:50 પી એમ(pm) 7 comments
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ,
કેડી મેલી, મારગ મેલી ભમશું અંતરિયાળ.
ફૂલોનો તું ઢગલો કરજે લૈ સામટી ગંધ,
હું પતંગિયાને રમતાં મૂકીશ કરીને લોચન બંધ !
હળવે હળવે એકબીજાને ગમશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
કાગળની તું હોડી કરજે, દરિયો હું ચીતરીશ
મઝધારે તું મોતી મૂકજે, તળિયે હું ઊતરીશ !
એકબીજાનો હાથ સાહીને તરશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
જનમજનમના ઘાટ ઉપર તું વાટ નીરખજે મારી
રઝળતો હું આવી ચડીશ નજરું સામે તારી.
સંગે સંગે લખચોરાસી ફરશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
સાભાર :: કવિતા
Entry filed under: કવિતા.
1.
સુરેશ જાની | જૂન 22, 2008 પર 7:20 પી એમ(pm)
અલ્યા નાનકા, તારે તો હાલ આવી કવીતા જ ગાવાની હોય એ સમજી શકાય એમ છે!
આ રમતનો ભેરુ ઉપરવાળો પણ હોઈ શકે છે. …….
મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.
આખી કવીતા –
http://layastaro.com/?p=436
વાંચ
2.
manvant | જૂન 22, 2008 પર 8:53 પી એમ(pm)
JANAM JANAMNA GHAT UPAR TU
VAT NIRAKHJE MARI ! VAH BAPU !
3.
jayeshupadhyaya | જૂન 23, 2008 પર 2:54 એ એમ (am)
કાગળની તું હોડી કરજે, દરિયો હું ચીતરીશ
મઝધારે તું મોતી મૂકજે, તળિયે હું ઊતરીશ !
એકબીજાનો હાથ સાહીને તરશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
saras gami gayi
4.
વિવેક ટેલર | જૂન 23, 2008 પર 8:13 એ એમ (am)
મસ્ત મજાનું ગીત, યાર…
વાહ… વાહ…
બ્લૉગ વિશ્વ લાંબા સમયથી તમારા પુનઃકાર્યાન્વિત થવાની પ્રતીક્ષામાં હતું… ભલે પધાર્યા…
ખૂબ ખૂબ શુભેચ્છાઓ… (હનીમૂન પત્યું લાગે છે હવે !! (-; (-:
5.
Harsukh Thanki | જૂન 23, 2008 પર 12:52 પી એમ(pm)
જનમજનમના ઘાટ ઉપર તું વાટ નીરખજે મારી
રઝળતો હું આવી ચડીશ નજરું સામે તારી.
સંગે સંગે લખચોરાસી ફરશું અંતરિયાળ
પ્રેમ પ્રેમની રમત આપણે રમશું અંતરિયાળ.
ખરેખર મજેદાર ગીત. મજા પડી ગઈ.
6.
chhaganbhai | જૂન 26, 2008 પર 12:35 એ એમ (am)
premsagar god magu sharan tamaru. sange sange nit rahu tara sange, very good. good song.
7.
jugalkishor | જૂન 30, 2008 પર 7:57 પી એમ(pm)
ભાઈ ! તમે છેવટ હાથ આવ્યા ખરા !!
તમારું ઝરણું લીલુંછમ્મ રહે ને તમે અમી વહેંચ્યાં કરો એવી શુભેચ્છા.
લગ્ન પહેલાં નવા ધંધાનું બહાનું હતું પણ લગનનું બહાનુ ન કાઢીને તમે કાવ્યજગતને ન્યાય આપ્યો છે. ફુલો, વધો ને ફળો !!