પાગલ થઇ ગઇ – પન્ના નાયક.
માર્ચ 28, 2007 at 1:21 પી એમ(pm) 8 comments
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં ;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
Entry filed under: કવિતા.
1.
વિશ્વદીપ બારડ | માર્ચ 28, 2007 પર 5:08 પી એમ(pm)
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ.
dundar… Geet !!
2.
Gira Vyas | માર્ચ 29, 2007 પર 9:07 પી એમ(pm)
I like this “KAVITA” too much. A girl feels just like in the poem when she is in love with someone.
You R doing a great job.
Keep it up.
3.
વિવેક | માર્ચ 30, 2007 પર 11:46 એ એમ (am)
આજકાલ તમારા બ્લોગ પર સુકન્યાઓની તસ્વીરો વધતી જાય છે, દોસ્ત! આ ધુમાડો શેનો છે? આગ ક્યાં લાગી છે, કહેશો કે?
– ખેર! આ તો આડવાત થઈ… ગીત ગમ્યું…. આભાર!
4.
ઊર્મિસાગર | માર્ચ 30, 2007 પર 10:49 પી એમ(pm)
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ… વાહ, સુંદર ગીત!
પન્ના નાયક એટલે પન્ના નાયક એટલે પન્ના નાયક…!!
વિવેક, અત્યારે તો અમિતની નવી દુકાનનાં એકાદ ટાયરમાં જ આગ લાગી હશે ! સાચ્ચું કે ખોટ્ટું, અમિત? 🙂
5.
કસુંબલ રંગનો વૈભવ | એપ્રિલ 1, 2007 પર 6:12 પી એમ(pm)
exellent job amit bhai ……sundar chitra sathe panna nayaknu geet vadhare jivant lagyu…….
6.
chetu | એપ્રિલ 3, 2007 પર 2:14 પી એમ(pm)
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું ;…!
અરે..!અમિતભાઈ..,હુ ત્યાં આવી ત્યારે મને તો આ છાની લાગણી વિષે જરા કહ્યુ હોત તો..!!ત્યારે જ કંકોત્રી બનાવી ને મોક્લાઇ જાત ને..?
7.
chetu | એપ્રિલ 3, 2007 પર 2:21 પી એમ(pm)
અરે..!અમિતભાઈ..,હુ ત્યાં આવી ત્યારે મને તો આ છાની લાગણી વિષે જરા કહ્યુ હોત તો..!!ત્યારે જ કંકોત્રી બનાવી ને મોક્લાઇ જાત ને..?..હવે ‘જાન’માં મહાલવા નો લ્હાવો ક્યારે આપો છો?
8.
pravinash1 | એપ્રિલ 5, 2007 પર 7:17 પી એમ(pm)
હું તો તારી પ્રિતમાં પાગલ થઈ ગઈ
જલ મટીને ગગને બાદલ થઈ ગઈ