હાલો પથ્થારી ફેરવીએ દેશની ! – કૃષ્ણ દવે.

August 15, 2006 at 4:02 am 13 comments

શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય…

તમને જરૂર છે ટેકાની ભાઇ મારા
અમને જરૂર છે કેશની (રોકડા ની) !
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

છ મહિના હાલે તો ગંગાજી નાહ્યા
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો
દો’વા દે ત્યાં લગી જ
આરતીયું ઊતરે છે
કાળી ડિબાંગ આ ભેંશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

ફાઇલોના પારેવા ઘૂં ઘૂં કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો
અમને ક્યાં વાંધો છે ?
પણ આપણા પચાસ ટકા રાખો
ચૂલે બળેલ કૈંક ડોશીયુંનાં નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

દેકારા, પડકારા, હોબાળા, રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઇ રોલ
નાટકની કંપનીયું – ઇર્ષ્યા કરે ને –
ભલે આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની !

Advertisements

Entry filed under: કવિતા.

નૈં નૈં નૈં – સુન્દરમ્. શ્રી કૃષ્ણ ઘેર આવ્યા

13 Comments Add your own

 • 1. shivshiva  |  August 15, 2006 at 7:37 am

  સુંદર કટાક્ષથી ભરપૂર કાવ્ય

  નીલા

  Reply
 • 2. murtuzz  |  August 15, 2006 at 2:08 pm

  aapane aasha rakhie ke aa kawya khotu pade

  Reply
 • 3. Jayshree  |  August 15, 2006 at 6:27 pm

  desh ni haalat sudhare evi aasha to chhe ja… ( etale ja to aaje pan garv chhe Hindustani hovano…)

  pan still… raj kaaran ane sarakaari khata o ni shun haalat chhe.. e pan badha jaane ja chhe ne….!!

  Reply
 • 4. Jayshree  |  August 15, 2006 at 6:27 pm

  Nice selection, Amit…
  Keep it up..!!

  Reply
 • 5. manvant  |  August 15, 2006 at 7:15 pm

  પથારી ફેરવો કે ઓશીકું:દેશ તો જેવો દેખાય છે તેવો જ પ્રતિદિન રહેશે !
  ફાટેલા આભને વળી કોણ સીવવા આવવાનું છે ?..હેં !
  શોધ તો સરસ છે અમિતભાઈ ! આભાર !કવિ તો પોતે જ કૃષ્ણ છે !

  Reply
 • 6. સિદ્ધાર્થ  |  August 15, 2006 at 9:37 pm

  અમીતભાઈ,

  તમારો પરિચય તો રીડગુજરાતી.કોમ દ્ધારા હતો જ અને હવે તમારા બ્લોગ દ્ધારા તમારો વધારે પરિચય તદઉપરાંત તમને ગમતી સુંદર રચનાઓનો પણ પરિચય થશે.

  કૃષ્ણદવે ઘણા મજાનાં કવિ છે જે તેમની કટાક્ષયુક્ત ભાષામાં વાસ્તવિકતાનું ભાન કરાવી જાય છે. આવી વધુ રચનાઓ પ્રસ્તૂત કરતા રહેશો.

  સિદ્ધાર્થ

  Reply
 • 7. vijayshah  |  August 16, 2006 at 9:05 am

  katak to dhardar chhe jo taksadhu netaao lavati praja sambhale to…aa monghvari e majha mukichhe ane pathari jeni faravi joiae tene to ghee kela chhe jaag jaag o mara desh hindushtan!

  Reply
 • 8. Dilip Ganatra  |  August 22, 2006 at 2:47 pm

  Krushna Dave might remember me, because, we ie Gujarati Sahitya Mandal had invited him for poetry recitation along with Madhav Ramanuj. I was the udgoshak. Anyway, this man has deeply felt the rougher sides of injustice, and has avery special type of humour, which vexes you more and amuses you not.

  Reply
 • 9. nilam doshi  |  October 6, 2006 at 2:55 pm

  કૃશ્ણ દવે ની કવિતામાં હમેશા વેધક કટાક્ષ સરસ રીતે હોય છે.માણવાની અચૂક મજા આવે.જ

  Reply
 • […] અહીં શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય… […]

  Reply
 • 11. સુરેશ જાની  |  January 26, 2007 at 9:05 pm

  મારા બહુ જ પ્રિય કવિ.

  Reply
 • 12. NINAD ADHYARU RAJKOT  |  March 13, 2007 at 9:01 am

  desh to aazaad thata thai gayo, te shu karyu ?

  Reply
 • 13. jayrajsnh  |  April 20, 2010 at 8:26 am

  bov must kavi ta che
  ame aa kavita darek ne kahi ye chiye
  to maja avi jay che
  jyarthi me sambhdi che tyar thi aanej yad karu chu and loko ne kahu chu

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

 • 211,327 અમીનજરું

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
« Jul   Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

%d bloggers like this: