ઘણ ઉઠાવ – સુન્દરમ્
સપ્ટેમ્બર 20, 2006 at 10:48 પી એમ(pm) 6 comments
સુન્દરમ્ – ત્રિભુવનદાસ લુહાર ( 22-03-1908 :: 13-01-1991 )
ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
અનંત થર માનવી હ્રદય – ચિત્ત – કાર્યે ચઢ્યા
જડત્વ યુગ જીર્ણના, તું ધધડાવી દે ઘાવ ત્યાં.
ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં
પ્રકંપ પથરાય છો, ઉર ઉરે ઊઠે ભીતિનો
ભયાનક ઉછાળ છો, જગત જાવ ડૂલી ભલે,
પછાડ ઘણ, ઓ ભુજા ! ધમધમાવ સૃષ્ટિ બધી !
અહો યુગયુગાદિનાં પડ પરે પડો જે ચઢ્યાં
લગાવ, ઘણ ! ઘા, ત્રુટો તડતડાટ પાતાળ સૌ,
ધરાઉર દટાઇ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી
બહિર્ગત બની રહો વિલસી રૌદ્ર કૃત્કારથી.
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.
Entry filed under: કવિતા.
1.
manvant | સપ્ટેમ્બર 21, 2006 પર 6:06 એ એમ (am)
સ્વ. મેઘાણીનું “ઘણ રે બોલેને એરણ સાંભળે હો જી ”
કાવ્ય યાદ આવ્યું……………….આભાર !
2.
વિવેક | સપ્ટેમ્બર 21, 2006 પર 2:22 પી એમ(pm)
સુંદરમનું સુંદર કાવ્ય…
3.
સુંદરમ્ « ગુજરાતી સારસ્વત પરિચય | સપ્ટેમ્બર 21, 2006 પર 6:53 પી એમ(pm)
[…] # ઘણ ઉઠાવ : નમું તને પત્થરને? : સોનેટ […]
4.
સુરેશ જાની | સપ્ટેમ્બર 21, 2006 પર 9:47 પી એમ(pm)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જ્યોત જ્યારે લબકારા લઇ રહી હતી, તેવા ભારતના રેનેસાં જેવા સંક્રાન્તિ કાળમાં, ક્રાંતિકારી માનસ ધરાવતા આ યુવાન કવિનો તરવરાટ આ સોનેટમાં કેવી અભિવ્યક્તિ પામે છે?
સુંદરમ્ ના વ્યક્તિત્વની પાછળ રહેલો તેમના હોવાપણાના એક ભાગ જેવો, વારસાગત ‘લુહાર’ પણ અહીં કેવી લાક્ષણિક ટોચ પર પહોંચે છે?
5.
Rajendra Trivedi,M.D. | સપ્ટેમ્બર 22, 2006 પર 7:57 એ એમ (am)
Dear Suresh,,,,,,MA RA BHAI,
YOU ARE STILL DOING GREAT LIKE YOUR high school years.Keep it up with your team, I am enjoying your critic and writing.
KAVI SUNDARAM REMAINS A IRON SMITH;s SON…..IRON MAN FOR THE NATION.
6. ધરતી, ધરા, ભૂમિ « સહિયારું સર્જન - પદ્ય | મે 25, 2007 પર 11:39 એ એમ (am)
[…] ધરા ધણધણે ભલે, થરથરે દિશા, વ્યોમમાં … – સુંદરમ્ […]