માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો – અવિનાશ વ્યાસ

સપ્ટેમ્બર 23, 2006 at 11:14 પી એમ(pm) 5 comments

માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો
જગ  માથે  જાણે  પ્રભુતાએ  પગ  મૂક્યો.

મંદિર  સર્જાયુ  ને  ઘંટારવ  ગાજ્યો
નભનો  ચંદરવો  મા  એ  આંખ્યુમાં  આંજ્યો
દીવો  થાવા  મંદિરનો  ચાંદો  આવી  પૂગ્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

માવડી  ની  કોટમા  તારાના  મોતી
જનની  ની  આંખ્યું  માં  પૂનમની  જ્યોતિ
છડી  રે  પુકારી  મા  ની  મોરલો  ટ્હુક્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

નોરતાં  ના રથનાં  ઘૂઘરા  રે  બોલ્યા
અજવાળી  રાતે  મા  એ
અમરત  ઢોળ્યાં
ગગન  નો  ગરબો  મા  ના  ચરણોમાં  ઝૂક્યો
કંકુ  ખર્યું  ને  સુરજ  ઉગ્યો… માડી  તારુ  કંકુ  ખર્યું  ને  સુરજ  ઊગ્યો.

Entry filed under: રાસ-ગરબા.

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર. પાંદડું ઉડી ઉડી જાય રે

5 ટિપ્પણીઓ Add your own

  • 1. Rajendra Trivedi,M.D.  |  સપ્ટેમ્બર 24, 2006 પર 7:36 એ એમ (am)

    It will be nice to have Vibhaben and Rasbihari Desai.s voice with this……
    Very nice start on Navratri …..
    The Trivedi

    જવાબ આપો
  • 2. વિવેક  |  સપ્ટેમ્બર 24, 2006 પર 3:17 પી એમ(pm)

    અમિતભાઈ,

    આ રચનામાં થોડા સુધારા સૂચવું છું. એક તો આ રચના કોઈ લોકગીત નથી, આ અમર કવિ શ્રી અવિનાશ વ્યાસની રચના છે. બીજું થોડી જોડણી તરફ ધ્યાન દોરવા માંગું છું. સુધારો કરેલી પંક્તિઓ જ ટાંકું છું:

    માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

    જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

    મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો

    દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો

    માવડી ની કોટમા તારાનાં મોતી

    જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ

    નોરતાંના રથનાં ઘૂઘરા રે બોલ્યા

    ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો

    જવાબ આપો
  • 3. amit pisavadiya  |  સપ્ટેમ્બર 24, 2006 પર 3:38 પી એમ(pm)

    ક્ષતિ ઓ સમુ ધ્યાન દોરવા બદલ આભાર , શ્રી વિવેકભાઇ.

    જવાબ આપો
  • 4. shivshiva  |  સપ્ટેમ્બર 24, 2006 પર 3:45 પી એમ(pm)

    આશા ભોસલેના ગળામાં આ ગીત ખૂબ સુંદર રીતે સજાયેલું છે.

    જવાબ આપો
  • 5. Rajendra Trivedi,M.D.  |  સપ્ટેમ્બર 24, 2006 પર 10:21 પી એમ(pm)

    Thanks to Avinashbhai Vyas.
    His Love for MA is felt in this Song.
    Great devotee and singer Ashaji or Vibhaben and Rasbihari has pleased our Soul with there sound Vibration.
    When, I was talking to “Rasbhai” to day, He said ,” We will be in Boston on October 6th and you can hear this sond again. !!!”
    If you can put Sound to this song will be great.
    Keep it up your good work.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,986 અમીનજરું

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

%d bloggers like this: