ચાહવું એટલે – દુર્ગેશ ઉપાધ્યાય. ( 25-07-1954 )

જુલાઇ 25, 2006 at 6:40 પી એમ(pm) 4 comments

તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત –
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ,
તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઇને ફળ્યા વગર
રહી જવાની ઘટના હશે…!
કે પછી –
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
– તને હું પૂછી શકું…
કે તને ચાહવું એટલે ?!

Entry filed under: કવિતા.

લોકગીત. જુદી જિંદગી છે – મનુભાઇ ત્રિવેદી ‘સરોદ’/‘ગાફિલ’.

4 ટિપ્પણીઓ Add your own

  • 1. Suresh Jani  |  જુલાઇ 25, 2006 પર 6:55 પી એમ(pm)

    – તને હું પૂછી શકું…
    કે તને ચાહવું એટલે ?!
    Vary subtle and thought provoking.
    ‘Hovapanu’ – Existance has been touched upon well , recently by Vivek in his gazals.
    But love has never been described in such a subtle way anywhere. As biologists say. ‘There is a chemistry of Love.’
    But in the consciousness context- what is love? A very big question.

    જવાબ આપો
  • 2. Urmi Saagar  |  જુલાઇ 26, 2006 પર 2:48 એ એમ (am)

    સાચે જ પ્રેમ વિશે ગમે એટલા કાવ્યો, ગીતો, ગઝલો કે વાર્તાઓ લખાય પરંતુ એને પૂરેપુરો વર્ણવી શકવા માટે કોઇ સમર્થ જ નથી…. હા, એની ઝાંખી જરૂર થાય છે અને એટલે જ કદાચ પ્રેમને વર્ણવી શકવાના પ્રયત્નો થતાં જ રહે છે…

    આભાર અમિત… સુંદર કવિતા છે!

    જવાબ આપો
  • 3. Neela  |  જુલાઇ 26, 2006 પર 6:52 એ એમ (am)

    અમિત,
    ખૂબ જ સુંદર કવિતાઓનો કાફલો છે તમારી પાસે.
    લ્હાણી કરતા રહેજો.

    નીલા

    જવાબ આપો
  • 4. Neha  |  ઓગસ્ટ 4, 2006 પર 8:18 એ એમ (am)

    Nice to see your blog for first time, have good collection.
    N thanks for putting mine blog link

    Regarding this poem……..
    U ‘ll not belive but more than 20 -30 times i read this peom still feel unsatisfaction….its too good..

    Dont have words….Just Awsome..touches the core

    Thanks

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 282,346 અમીનજરું

દિવસવાર ટપાલ

જુલાઇ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: