લોકગીત.
જુલાઇ 25, 2006 at 9:58 એ એમ (am) 3 comments
હાં કે રાજ !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
Entry filed under: લોકગીત - દુહા.
1.
વિવેક | જુલાઇ 25, 2006 પર 1:25 પી એમ(pm)
પ્રિય અમિતભાઈ,
મારા શબ્દોનું નવું સરનામું હવે સેટ થયું છે એટલે આપની લિન્ક પણ મારા બ્લોગ પર મૂકી દીધી છે…
2.
manvant | જુલાઇ 25, 2006 પર 3:49 પી એમ(pm)
સસરાજી અને નણંદ તો ઠીક પણ પાડોશણે
શું બગાડ્યું ?મહેણાં માર્યાં ? આ સરસ
લોકગીત બદલ તંત્રીશ્રીનો આભાર !
3.
Neela | જુલાઇ 26, 2006 પર 6:55 એ એમ (am)
મઝા આવી ગઈ. ગીત તથા કોમેંટની પણ.
નીલા