રાધા – મુકેશ જોશી

ઓક્ટોબર 14, 2006 at 10:17 પી એમ(pm) 6 comments

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા;
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

Entry filed under: કવિતા, ભજન - આરતી.

થાય સરખામણી તો – બરકત વિરાણી ‘બેફામ’ ચર્ચામાં નથી હોતી – ‘આસિમ’ રાંદેરી

6 ટિપ્પણીઓ Add your own

  • 1. manvant  |  ઓક્ટોબર 15, 2006 પર 1:29 એ એમ (am)

    કૃષ્ણને બહેલાવવાને આજ પણ

    ચોતરફ બ્રહ્મંડમાં એક નાદ રાધા !

    ભલે ભલે મૂકેશભાઈ ! સાચી વાત કરી !

    જવાબ આપો
  • 2. chetna  |  ઓક્ટોબર 15, 2006 પર 3:43 એ એમ (am)

    radha vina krishn aadha..!!

    જવાબ આપો
  • 3. Urmi Saagar  |  ઓક્ટોબર 15, 2006 પર 9:35 પી એમ(pm)

    wow!!!!
    read this poem first time…. and i just love it!
    Simply superb, ausome… beatiful…. sooooo good!

    Thanks Amit!

    જવાબ આપો
  • 4. nilam doshi  |  ઓક્ટોબર 16, 2006 પર 6:23 પી એમ(pm)

    પહેલા આ કવિતાની બે લાઇન મૂકી હતી.અને આજે આખી કવિતા ટાઇપ કરવાની મહેનત કરી.અને ત્યાં…….
    મારે પ્રિય કવિતા…મને લાગે છે કે મારે હવે કવિતા મૂકતા પહેલા અહી જોઇ લેવું પડશે.કેમકે આપણી પસન્દગી ઘણી સરખી છે.

    જવાબ આપો
  • 5. વિવેક  |  ઓક્ટોબર 16, 2006 પર 6:25 પી એમ(pm)

    સાચે જ એક અદભૂત કૃતિ… કેટલાક શેર તો વિહવળ કરી દે એ કક્ષાના છે:

    એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
    વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

    કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
    સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

    – આ બે શેરમાં તો કવિએ હદ કરી દીધી છે… કૃષ્ણને પણ કદાચ પ્રગટ થવા મજબૂર કરી દે!

    જવાબ આપો
  • 6. parind  |  ઓક્ટોબર 25, 2008 પર 7:40 પી એમ(pm)

    krishn ne samjava khub aghara chhe pan mukeshbhai tame to sav sarli karan kari didhu, radha krishn e brahmhand nu chalk bal chhe

    જવાબ આપો

Leave a reply to manvant જવાબ રદ કરો

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

  • 289,796 અમીનજરું

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031